નેતાનો ઓડિયો વાઇરલ : મને ફેરવવાની ઇચ્છા હોય તો એને બદલે કેશ પે કરી દેજો....

28-Dec-2021

કાગડા બધે જ કાળા...હવે ‘આપ’ની મહિલા કોર્પોરેટર અને નેતાનો ઓડિયો વાઇરલ થયો

સુરત: આમ આદમી પાર્ટીના સુરતના વોર્ડ નં. ૪ (કાપોદ્રા)ના મહિલા કોર્પોરેટર અને એક નેતાનો ‘ખુલ્લી મસ્તી'ની વાતોનો ઓડિયો વાયરલ થતા રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે. હાલ પરીક્ષાના પેપરલીક કાંડમાં આપ દ્વારા ગાંધીનગર ખાતે થઇ રહેલા ધરણામાં હાજરી આપવા ગયેલા સુરતના મહિલા કોર્પોરેટરનો આ ઓડિયો હોવાનું સુરતના આપના કાર્યકરો કહી રહ્યા છે. આ વાયરલ ઓડિયોમાં મહિલા સભ્ય મહદઅંશે ગાંધીનગરના કોઈ નેતા સાથે વાત કરી રહ્યાનું જણાય છે. જેમાં એ સામેથી ફોન લગાડી વાતની શરૂઆત કરતા કહે છે કે, ક્યાં છો તમે ? સુરત કે અહીંયા ? સામેથી નેતા કહે છે કે અહિયાં.. ત્યાંથી વાતની શરૂઆત થાય છે. જેમાં મહિલા એમ પણ કહે છે, કે હું કઈ સામેથી થોડી કહું, અને નેતા કહે છે, તો લે ને હું કહું, ‘ચાલ ફરવા લઇ જાઉં.’ બંને વચ્ચે ત્યારબાદ હસાહસી ચાલે છે અને મહિલા છેલ્લે કહે છે કે આપણી વચ્ચે ફ્રેન્ડનો સંબંધ તો રહેશે, મને જમાડવા અને ફેરવવાના બદલે કેશ પે કરી દેજો ? કરશો ને ? અને નેતા હા પાડે છે.  ‘આપ’ની કોર્પોરેટર મનાતી મહિલાએ અભદ્ર ભાષાનો શબ્દ પ્રયોગ કર્યા વગર સામે છેડે સંભવત નેતાને મનની ઇચ્છા મનમાં જ રાખવાની ફરજ પાડી.આમ આ ઓડિયોએ હાલ સોશ્યિલ મીડિયામાં ભારે ચર્ચા જગાડી છે.

Author : Gujaratenews