કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ: વેસુની 19 વર્ષની કોલેજીયન યુવતીને વારંવાર કાફેમાં બોલાવી એક વર્ષથી સાથે અભ્યાસ કરતા ક્લાસમેટએ પીંખી...
28-May-2022
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી સાથે મિત્રતા કેળવી મળવાના બહાને યુ એન્ડ મી કાફે નામના કપલ બોક્સમાં લઇ જઇ રાણી તળાવના યુવાને દુષ્કર્મ આચરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે. જો કે પોલીસે યુવતીની મદદથી છટકું ગોઠવી નરાધમને ઝડપી પાડયો હતો.
વેસુ વિસ્તારમાં રહેતી નેન્સી (ઉ.વ. ૧૯ નામ બદલ્યું છે) અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા પાંડેસરામાં સાડીના કારખાનામાં સુપરવાઇઝર છે. છેલ્લા એક વર્ષથી નેન્સીને પોતાના કલાસમાં અભ્યાસ કરતા બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ (ઉ.વ.૧૯ રહે. રાણી તળાવ, ખાટકીવાડ, લાલગેટ) સાથે નવેમ્બર 2021માં મિત્રતા થઇ હતી. ગત નવેમ્બર મહિનામાં બાદશાહે નેન્સીને મળવા માટે વેસુના સફલ સ્કેવર પાસે બોલાવી નજીકના યુ એન્ડ મી કાફેના કપલ બોક્સમાં લઇ ગયો હતો. જયાં બાદશાહે બંનેના સાથે ફોટો પાડયા હતા. ત્યાર બાદ બાદશાહે પુનઃ નેન્સીને કાફેમાં મળવા બોલાવી હતી પરંતુ ઇન્કાર કરતા બાદશાહે ફોટો કોલેજના મિત્રનો ગૃપમાં વાયરલ કરવાની અને તેઓ એકલા કાફેમાં ગયા હતા અને ત્યાં બહુ મજા કરી છે તેવી વાત ફેલાવી બદનામ કરવાની ધમકી આપી હતી.જા નેન્સી બાદશાહને મળવા પુનઃ યુ એન્ડ મી કાફેમાં ગઇ હતી જયાં કપલ બોક્સમાં નેન્સી સાથે બાદશાહે દુષ્કર્મ કર્યુ હતું. નેન્સીના બાદશાહ સાથેના સંબંધની જાણ તેના પરિવારને થઇ જતા ઠપકો આપતા નેન્સીએ સંબંધ તોડી નાંખ્યા હતા. પરંતુ બાદશાહ નેન્સીના ઘરની આજુબાજુ આંટાફેરા કરવા લાગ્યો હતો અને બે દિવસ અગાઉ ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પાસે મળવા બોલાવી હતી. જયાં પણ જાહેરમાં છુટછાટ લેવાનો પ્રયાસ કરતા નેન્સી ભાગીને ઘરે પહોંચી ગઇ હતી અને પિતા અને ભાઇને જાણ કર્યા બાદ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નેન્સીની મદદથી બાદશાહને મળવાના બ્હાને બોલાવી છટકું ગોઠવી ઝડપી પાડયો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
18-Jan-2025