અમદાવાદનાં નવરંગપુરામાં અત્યંત સ્વરૂપવાન યુવતી અચાનક અલગ અલગ પુરૂષો સાથે એવી હરકત કરવા લાગી કે...

27-Nov-2021

અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં આવેલા નવરંગ સર્કલ નજીક એક ખુબ જ સુંદર યુવતી લથડિયા ખાઇને ભાન ભુલી ગઇ હતી. મન ફાવે તેવી હરકતો કરી રહી હતી. આ ઉપરાંત મનફાવે તેમ બોલતી હતી. કોઇ પણ પુરૂષને પકડીને અજુગતો બબડાટ કરી રહી હતી. આ યુવતીને જોવા લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. સારા ઘરની લાગતી આ યુવતી સાથે કંઇ અજુગતું ન બને તે માટે એક જાગૃત નાગરિકે પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 

બપોરે દોઢેક વાગ્યાની આસપાસ જીન્સ અને ટીશર્ટ પહેરેલી એક અત્યંત સ્વરૂપવાન અને ભણેલી ગણેલી લાગતી યુવતી નવરંગ સર્કલ પાસે અચાનક જ મન ફાવે તેવું વર્તન કરવા લાગી હતી. મનફાવે તેમ બોલતી હતી. આ જોઇને મોટા પ્રમાણમાં ટોળું એકત્ર થઇ ગયું હતું. જો કે સ્થાનિકો સાથે પણ મનફાવે તેવું વર્તન કરતી હતી. એક જાગૃત નાગરિકે પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલા પોલીસની મદદથી યુવતીને પોલીસ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. 

યુવતીની ઓળખ કરીતા તે વડોદરાની હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે યુવતીનાં પરિવારનો સંપર્ક કર્યો હતો. પરિવારે યુવતી નજીકનાં એક પીજીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. જેથી પીજીના માલિકનો સંપર્ક કર્યો હતો. પીજીનો માલિકે આવીને યુવતીની ઓળખ કરી હતી. યુવતીના પરિવારે યુવતીને પીજી ખાતે મોકલી આપવા માટે જણાવ્યું હતું. જેથી પોલીસ યુવતીને પીજી ખાતે મુકી આવી હતી. પીજી સંચાલકે પણ યુવતીની તમામ સંભાળ લેવા માટેની બાંહેધરી આપી હતી. 

 

Author : Gujaratenews