રશિયાને ચેલેન્જ: યુદ્ધ લડવા યુક્રેનના યુવાનો મોટી સંખ્યામાં તૈયાર થયા

27-Feb-2022

યુક્રેનની (Ukraine) રાજધાની કિવમાં (Kyiv) રશિયન સૈનિકો (Russian troop) ઘેરાબંધી હેઠળ છે. બોમ્બ ધડાકા અને ગોળીબારનો આજે ચોથો દિવસ છે. યુદ્ધમાં થઈ રહેલા બોમ્બ ધડાકા અને ગોળીબારને કારણે યુક્રેનના લોકો પોતાની જાતને ભૂગર્ભ બંકરોમાં બચાવી રહ્યા છે. આ દરમિયાન યુક્રેનિયનોએ પણ રશિયન સેના સામે મોરચો ખોલ્યો છે.

સામાન્ય લોકો કહે છે કે રશિયન સૈનિકોને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડશે. રશિયા સામેના યુદ્ધમાં માત્ર સુરક્ષા દળો જ નહીં પરંતુ સામાન્ય યુક્રેનિયનો પણ મેદાનમાં ઉતર્યા છે. કિવના લોકોએ રશિયન સૈનિકોને ચેતવણી આપી છે કે તેઓ રશિયા સામે બહાદુરીથી લડવા માટે તૈયાર છે. દિવસની શરૂઆતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સામાન્ય લોકોને આર્મી ભરતીમાં જોડાવવા અને રશિયા સામે યુદ્ધ લડવાની અપીલ કરી હતી. આજે જે માહિતી સામે આવી રહી છે તે એવી છે કે રાજધાની કિવમાં મોટી સંખ્યામાં યુવાનો સેનામાં જોડાવા માટે ઉત્સુક છે. ખાસ કરીને જેમણે ભૂતકાળમાં સૈન્યમાં ફરજ બજાવી છે તેવા વયષ્ક લોકો પણ દેશ માટેના મહા અભિયાનમાં જોડાયા છે.યુક્રેનના યુવાનો મોટી સંખ્યામાં સેનામાં જોડાવા માંગે છે અને રશિયા સામે યુદ્ધ લડવા તૈયાર છે. આ યુવાનોમાં કેટલાક આર્કિટેક્ટ, કેટલાક સંગીતકારો અને કેટલાક જાદુગર છે. આ યુવાનોનું કહેવું છે કે તેઓ તેમના દેશના સન્માન માટે રશિયા સાથે લડવા તૈયાર છે. યુક્રેને, સામાન્ય નાગરીકોને રશિયાના સૈન્યદળ સામે લડવા માટે હથિયારો પૂરા પાડ્યા છે.

આ ક્રમમાં આજે સવારે ખાર્કીવમાં (Kharkiv) રશિયન ટેન્કરોને સામાન્ય લોકોએ ટેંકની સામે ઉભા રાખીને આગેકૂચને અટકાવી હતી. રશિયા વિરુદ્ધ બોલનારા યુવાનોમાં કેટલાક વ્યવસાયે આર્કિટેક્ટ છે, કેટલાક જાદુગર છે તો કેટલાક સંગીતકાર છે.

Author : Gujaratenews