તારક મહેતાની નિધિ ભાનુશાલીની ત્રણ વર્ષ જૂની તસવીરો વાઇરલ થઈ, સોનુની પાછળ બે લોકો કિસ કરતાં હોવાની ચાહકોમાં ચર્ચા

26-Aug-2021

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. સિરિયલની ટપુસેના બાળકોમાં ઘણી જ લોકપ્રિય છે. ટપુસેનામાં ટપુ, સોનુ, ગોલી, પિંકુ, ગોગી છે, જેમાં સોનુનું પાત્ર પહેલાં ઝીલ મહેતા, પછી નિધિ ભાનુશાલી અને હવે પલક સિધવાણી ભજવે છે. નિધિ ભાનુશાલી હવે આ શોમાં નથી, પરંતુ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. નિધિની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતી રહે છે. હાલમાં જ નિધિની ત્રણ વર્ષ જૂની તસવીરો વાઇરલ છે.

 

ગોલીએ ત્રણ વર્ષ પહેલાં તસવીરો શૅર કરી હતી

સિરિયલમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે સોશિયલ મીડિયામાં ત્રણ વર્ષ પહેલાં એટલે કે માર્ચ, 2018માં શૅર કરી હતી. કુશે નિધિની આઠ તસવીરો શૅર કરી હતી. જોકે, હાલમાં આ તસવીરો જે કારણથી વાઇરલ થઈ છે, તે કારણ જાણીને તમને નવાઈ લાગશે.

 

શૅર કરેલી ત્રીજી તસવીર વાઇરલ થઈ

કુશે શૅર કરેલી આઠ તસવીરમાંથી પહેલી તસવીર નિધિની મિરર સેલ્ફી છે, બીજી તસવીર નિધિની ક્લોઝ-અપ સેલ્ફી છે. ત્રીજી તસવીરમાં નિધિ કેમેરાની આગળ પોઝ આપે છે, પરંતુ તે તસવીરના બેકગ્રાઉન્ડ પર સો.મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચાયું છે. આ તસવીરના બેકગ્રાઉન્ડમાં બે લોકો એકબીજાને કિસ કરતાં હોય તેવી અટકળો યુઝર્સ કરી રહ્યા છે.

Author : Gujaratenews