પત્નીની કામલીલા : તું ઢીલો છે, હું તો સંબંધ રાખવાની છું અને મારો પ્રેમી ઘરે પણ આવશે, તારાથી થાય તે કરી લેજે, છાનોમાનો પડયો જ રહેજે...
26-Jun-2022
સુરત : તું ઢીલો છે, હું તો સંબંધ રાખવાની છું અને મારો પ્રેમી ઘરે પણ આવશે, તારાથી થાય તે કરી લેજે...આ શબ્દો છે પત્નીના પતિને કે જેણે એપ્રિલ મહિનામાં પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દિપકે આપઘાત પૂર્વે એક વિડીયો પણ ઉતાર્યા હતો. જેની તપાસ કરતા પત્નીના કાળા કારનામાનો ભેદ ઉકેલાયો છે.
ઉગત-કેનાલ રોડ વિસ્તારમાં રહેતા દિપક સોલંકી (ઉ.વ. ૨૮) એ ગત એપ્રિલ મહિનામાં પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાના પ્રકરણમાં પતી નલિની (નામ બદલ્યું છે) અને તેના માતા પિતા તથા પ્રેમી વિરૂધ્ધ દુપ્રેરણાનો ગુનો નોંધ્યો છે. ગત એપ્રિલ મહિનામાં આપઘાત કરનાર દિપકના લગ્ન વર્ષ ૨૦૦૮ માં થયા હતા અને સંતાનમાં ૪ વર્ષની પુત્રી છે. પરંતુ પત્ની નલિનીને અજાણ્યા વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હોવાનો અને તેઓ દિપકના ઘરમાં તેના જ બેડરૂમમાં અંગત પળો માણતા હોય તેવો વિડીયો અને પ્રેમી સાથેના નગ્ન હાલતમાં ફોટો પણ નલિનીના મોબાઇલ દિપકે જોયા હતા. જેથી દિપકે ઠપકો આપતા નલિનીએતું મારા પ્રેમીને જાણતો નથી, તેને કહીશ તો તને મારી નાંખશે તેવી ધમકી આપી હતી. જયારે નલિનીના લગ્નેત્તર સંબંધ અંગે દિપકે તેના સાસુ-સસરાને જાણ કરી ત્યારે તેમણે આવું તો ચાલ્યા કરે એમા નવું શું છે, તું ઢીલો છે તો નલિની શું કરે, છાનોમાનો પડયો રહેજે. જયારે નલિનીએ પણ હું તો સંબંધ રાખવાની છું અને મારો પ્રેમી ઘરે પણ આવશે, તારાથી થાય તે કરી લેજે. જેથી દિપકે આપઘાત પૂર્વે એક વિડીયો પણ ઉતાર્યા હતો જેમાં હું આત્મહત્યા કરૂ છું, તમામ જવાબદારી મારી ધરવાળી અને તેના માં-બાપ અને મારી કોઇ ભુલ નથી અને મોબાઇલમાં જે ફોટો જોવા હોય તે જોઇ લેજો, મારી કોઇ ભુલ નથી અને મેં એને ફોન પણ કર્યા છે પરંતુ એ આવી નહીં એટલે આત્મહત્યા કરૂ છે, વિડીયો અને ફોટો પણ જોજો તેવું જણાવ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024