નવી દિલ્હી: ચોમાસું રવિવારે સવારે દિલ્હી અને મુંબઈમાં પ્રવેશ્યું છે. ગઈકાલથી મુંબઈમાં અને રવિવાર સવારથી દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું એકસાથે બંને સ્થળોએ પહોંચવું એ એક દુર્લભ ઘટના છે. આગામી બે દિવસમાં ચોમાસું દિલ્હી અને મુંબઈને આવરી લેશે. ગઈકાલથી પડેલા વરસાદને કારણે મુંબઈમાં જેજે ફ્લાયઓવરમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવા, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પૂર્વી રાજસ્થાન, ગુજરાતનો સમાવેશ થાય છે. મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, કોસ્ટલ કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશમાં શનિવારે રાત્રે ચોમાસાએ દસ્તક આપી હતી.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026