ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ બે દિવસીય ઈજિપ્તની મુલાકાતે છે. મોદીએ રાજધાની કૈરોમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી.
'ઓર્ડર ઓફ ધ નાઈલ' ઈજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે
ઇજિપ્ત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસ બાદ ત્યાંથી સીધા ઇજિપ્તના પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસના બીજા દિવસે આજે (રવિવારે) તેમને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ- સીસી સાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાહિરામાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, નવીનીકરણ ઊર્જા, સંસ્કૃતિ અને સામાન્ય જનતાના પરસ્પર સંપર્ક સહિત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાની રીત પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ઇજિપ્તના
રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન ‘ઑર્ડર ઑફ ધ નાઈલ’થી સન્માનિત કર્યા હતા. ઇજિપ્તમાં ‘ઑર્ડર ઑફ ધ નાઈલ'ની શરૂઆત વર્ષ ૧૯૧૫માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામેલે કરી હતી. સામાન્ય રીતે આ સન્માન આ સન્માન એવા રાષ્ટ્રાધ્યક્ષો, રાજકુમારો અને ઉપરાષ્ટ્રપતિઓને એનાયત કરવામાં આવે છે, જેમણે ઇજિપ્ત અથવા તો માનવતાને સેવા અર્પણ કરી હોય. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે એક પર હસ્તાક્ષર કર્યા હતા.
25-Jun-2025