સુરતના વરાછામાં ધોરણ સાતની વિદ્યાર્થિનીએ ઘરનું કામ અને અભ્યાસ બંનેનું ભારણ વધી જતા પગલું ભરી લીધાની ચર્ચા ઉઠી છે. માતા પિતા કામ પર જતા રહેતા પગલું ભર્યું હતું.
ભણતરની સાથે ઘરનું કામ પણ કરવું પડતું હોવાથી કામનું ભારણ વધી જતાં પગલું ભરી લીધાની શકયતા
વરાછામાં રહેતી ધોરણ ૭ની વિદ્યાર્થીનિએ માતા પિતાની ગેરહાજરીમાં ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીનિના માતા-પિતા સવારથી જ કામ પર ચાલ્યા જતા હોય પાછળથી તેણીનું ભણતરની સાથે ઘરનું કામ પણ કરવું પડતું હોવાથી કામનું ભારણ વધી જતાં પગલું ભરી લીધાની શકયતા છે.
મળતી માહિતી મુજબ મૂળ નેપાલનો વતની અને હાલ વરાછા, એ.કે. રોડ સ્થિત ઉગમ એપાર્ટમેન્ટમાં રહેતા દિપક સોની ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકેની તથા માતા મજૂરીકામ કરી ૧ પુત્ર અને ૧ પુત્રીનું ભરણ- પોષણ કરી રહ્યા છે. જે પૈકી પુત્રી ૧૨ વર્ષિય જ્યોતિ સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-૭માં અભ્યાસ કરે છે. દરમિયાન શુક્રવારે જ્યોતિએ બપોરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારને થતા પોલીસને જાણ કરવામાં આવી છે. વરાછા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થીની જ્યોતિના પિતા અને માતા બંને નિત્યક્રમ મુજબ નોકરીએ જતા રહે છે. બાદમાં ઘરનું કામ પણ જ્યોતિને કરવાનું આવતું હોય અને અભ્યાસમાં પણ ધ્યાન આપવાનું રહેતું હતું. જેથી કામનું ભારણ વધી જતાં તેણીએ આપઘાતનું પગલુ ભરી લીધું હોવાની શક્યતા છે. વધુ સચોટ કારણ જાણવા માટે એએસઆઇ સતિષભાઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024