સુરતમાં ધોધમાર વરસાદ: 24 કલાકમાં 14 ઇંચ, સવારે જ 4 ઇંચ વરસ્યા; હીરાબાગમાં મંદિરમાં પાણી ઘૂસ્યા, સ્કૂલ બંધ
24-Jun-2025
સુરત: શહેરમાં ફરી એકવાર વરસાદે તાંડવ ચલાવ્યું છે. 23 જૂનના બપોર પછી વરસાદે જરાક વિરામ લીધો હતો, પરંતુ રાત્રિના બે વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 6 વાગ્યા સુધીમાં બે કલાકમાં 4 ઇંચ સહિત કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમું પાણી ભરાઈ ગયું છે. અનેક વિસ્તારોમાં વાહનવ્યવહારમાં અડચણો સર્જાઈ છે, અને નગરજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ કેટલાક વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
હીરાબાગ પંચમુખી હનુમાન મંદિરમાં પાણી ઘૂસ્યાં
શહેરના હીરાબાગ વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ભક્તો અને સ્થાનિકોએ મંદિરની અંદરની તસ્કરી તસવીરો શેર કરતાં વીજળીના સાધનો અને મંદિરની ભવ્યતા પર પણ અસર થવાની આશંકા વ્યક્ત કરી છે.
ખાડીઓમાં પાણીનું સ્તર ભયજનક ધોરણે
શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓમાં પાણીના સ્તર ચિંતાજનક રીતે ઊંચા નોંધાયા છે. અત્યાર સુધીના અંકડા મુજબ:
-
સીમાડા ખાડી: 4.50 મીટર (ભયજનક સ્તરે)
-
ભેદવાડ ખાડી: 6.90 મીટર (ભયજનક સ્તર 7.20 મીટર)
-
મીઠી ખાડી: 8.40 મીટર (ભયજનક સ્તર 9.35 મીટર)
-
ભાઠેના ખાડી: 7.50 મીટર (ભયજનક સ્તર 8.25 મીટર)
-
કાકરા ખાડી: 6.35 મીટર (ભયજનક સ્તર 8.48 મીટર)
શહેરી તંત્ર દ્વારા ખાડીઓની આસપાસના નાગરિકોને સતર્ક રહેવાની અને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. પાણીના સ્તર પર સતત નજર રાખી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
25-Jun-2025