મીની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા સુરત શહેરના વરાછા રોડ ખાતે, ખોડલધામ ટ્રસ્ટનું સ્નેહમિલન અને લોકડાયરાનું ભવ્ય આયોજન
23-Dec-2021
સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવ અને એકતાના પ્રતિક સમાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનનીય નરેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય અને વિશાળ સ્નેહમિલનની તડામાર તૈયારીઓ સાથે મીની સૌરાષ્ટ્ર તરીકેનું બિરુદ મેળવનાર સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં વસવાટ કરતા અને ડાયમંડ, ટેક્ષટાઇલ અને રાજસ્વી મહાનુભાવો, સમાજના આગેવાનો, વિવિધ ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. સાથે જ સુરતના સચિન વિસ્તારમાં બપોરે 1.30 ક્લાક, ત્યારબાદ બપોર 4.00 કતારગામ વિસ્તારમાં જશે. ત્યારબાદ રાત્રે 8.00 કલાકે સ્નેહમિલન સમારોહના સ્થળે સરથાણા વિસ્તારમાં આવેલ આઇમાતા પાર્ટીપ્લોટ ખાતે જનાર છે. આ સ્નેહમિલનને સફળતા અપાવવા નવયુકત સુરતના કન્વીનર ધાર્મિકભાઈ માલવિયા અને તેમની સાથે જોડાયેલા લેઉઆ પાટીદાર સમાજના યુવાનોની વિશાળ ટીમ કામે લાગી ગઈ છે.
સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવ અને એકતાના પ્રતિક સમાન ખોડલધામના નેજા હેઠળ ભક્તિ દ્રારા એકતની શક્તિરૂપી સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે ખોડલધામના ચેરમેન માનનીય નરેશભાઇ પટેલ દ્વારા સમાજના દરેક લોકોને માં ખોડલના સાનિધ્ય થકી એક છત્ર હેઠળ એકત્ર કરી શિક્ષણ અને આરોગ્યની સાથે સાથે સમાજના જરૂરિયાત મંદ જ્ઞાતિબંધુઓને એકબીજાના સહકાર થકી વર્તમાન પ્રવાહ સાથે પ્રગતિશીલ અને કાર્યશીલ બનાવવાની નેમ સાથે આપણે સૌ આપણા કાર્ય વિચારોને સમાજ હિતના લક્ષમાં લઈ એક છત્રછાયા હેઠળ કાયમી એકત્ર થઈએ તેવા ભાવ અને આસ્થા સાથે સુરત શહેર અને આસપાસના વિસ્તતારોમાં વસવાટ કરતાં જ્ઞાતિબંધુ ભાઈઓ-બહેનોને આ સ્નેહમિલન પ્રસંગે પધારવા તથા લેઉઆ પટેલ સમાજના એકતાને કાયમ માટે એકજુથતા રાખવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવે છે.
સુરત ખાતે આયોજિત સ્નેહમિલનનો હેતુ ખોડલધામ મંદિર કાગવડના તારીખ 21મી જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી તે નિમિતે “પંચમ પાટોત્સવ” કાગવડ ખાતે માં ખોડલના સાનિધ્યમાં ઉજવવા જઈ રહ્યા છીએ તે પ્રસંગના આગોતરા આમંત્રણ માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ સુરત ખાતે પધારી રહ્યા છે. ખોડલધામના સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા વિશાળ સંખ્યામાં જ્ઞાતિબંધુઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તા. 26/12/2021, રવિવાર, રાત્રે 8:00 ક્લાક
સ્થળ: “આઇમાતા પાર્ટીપ્લોટ" , સરથાણા પોલીસ સ્ટેશન પાસે, સરથાણા જકાતનાકા, વરાછારોડ, સુરત
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024