ભારતને વિશ્વનાં ફલક પર અગ્રેસર કરનાર એવા દેશ નાં સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે વોડઁ નંબર.01ના છાપરાભાઠા વિસ્તારમાં આદર્શ નગર સોસાયટી વિભાગ 02માં સમાજ સેવક શીતલ ભાઇ રાવ મામાની હવેલીમાં વોડઁ ના ચારેય કોરપોરેટર તથા સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ હેમેન્દ્ર ભાઇ બોરસલલી વાળા અને રક્ષા બેન સોલંકી તથા ડોક્ટર પ્રફુલભાઇ શિરોયા તેમજ ડો.પારુલબેન વડગામાની વિશેષ ઉપસ્થિતીમાં ગરીબ વિધવા બહેનોને સાડી તથા વિકલાંગોને જીવન જરુરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોડઁના અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ દેસાઈએ કર્યુ હતુ. શીતલ ભાઇ રાવે નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર વિષે માહિતી આપી હતી.
Author : Gujaratenews
05-Mar-2025