લંડન, તા. ૨૧ : લંડનમાં ભારતીય ઉચ્ચાયુક્ત પર ખાલિસ્તાનીઓના હુમલા બાદ આજે મોટી સંખ્યામાં શીખ સહિતના ભારતીય લોકો ભારતીય ઉચ્ચાયુક્તની બહાર એકત્ર થયા હતા અને ભારત સાથે એકજૂટતાનો સંદેશ આપ્યો હતો. આ દરમ્યાન ભારત માતા કી જય અને જય હિન્દના નારા ગૂંજ્યા હતા. દેખાવ કરી રહેલા ભારતીયોએ ઓસ્કાર મેળવનારાં ગીત જય હો પર ડાન્સ પણ કર્યો હતો. માહોલ જોઈને એક બ્રિટિશ પોલીસ અધિકારી પણ ડાન્સ કરવામાં જોડાયા હતા અને એક ભારતીય યુવતી સાથે ડાન્સના સ્ટેપ શીખ્યા હતા. આજે ખાલિસ્તાનીઓની હરકતનો વિરોધ કરવા ઉમટી પડેલા લોકોમાંથી એકે જણાવ્યું હતું કે અમુક લોકો ભારત અને અહીં પ્રવર્તતી શાંતિમાં ખલેલ ખાલિસ્તાનીઓએ જ્યારે અહીં તોડફોડ કરી હતી અને તિરંગો ઉતાર્યો હતો ત્યારે ત્યાં પોલીસ હાજર ન હતી પરંતુ આજે માહોલ આખો અલગ હતો. મેટ્રો પોલીસની ટીમ એલર્ટ પર હતી.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026