વરાછાની સ્વરૂપવાન પરિણીતા સાથે વારંવાર શરીર સબંધ બાંધી મૂળ ગારીયાધારના સરંભડાનો પ્રેમી રફૂચક્કર

21-Jan-2022

તસવીર: રાહુલ રામજીભાઈ જીવાણી (સરંભડા, તા. ગારીયાધાર, ભાવનગર)

સુરતના સીમાડા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષની બે સંતાનની માતા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી મોટા વરાછાના યુવાને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. પ્રેમી સાથે લગ્ન કરવા મહિલાએ પતિને છૂટાછેડા આપી બે બાળકી પણ સોંપી દીધી પણ પ્રેમી લગ્નનો ઈન્કાર કરી બાદમાં ઘરેથી ક્યાંક ચાલ્યો જતા છેવટે મહિલાએ ગતરોજ પ્રેમી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરની વતની અને સુરતમાં હાલ વરાછા વિસ્તારમાં એકલી રહેતી તેમજ હીરાની ઓફિસમાં નોકરી કરતી ૨૮ વર્ષીય સંજના (નામ બદલ્યું છે ) ના લગ્ન સાત વર્ષ અગાઉ મૂળ અમરેલીના વતની અને સુરતમાં વ્રજચોક વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નજીવનમાં બે બાળકીની માતા બનેલી સંજના અને પતિ વર્ષ ૨૦૧૯ માં અલગ રહેવા માટે સીમાડાની એક સોસાયટીમાં રહેવા ગયા હતા. ત્યારે સંજનાનો પરિચય તેમના પાડોશીના ઓળખીતા રાહુલ રામજીભાઇ જીવાણી (ઉ.વ.૩૦, રહે.બી ૨૦૩, શીવધારા એપાર્ટમેન્ટ, રાજહંસ ટાવરની સામે, મોટા વરાછા, સુરત. મુળ રહે. સરંભડા, તા.ગારીયાધાર, જી.ભાવનગર ) સાથે થયો હતો. થોડા સમયમાં બંનેનો પ્રેમસંબંધ બંધાયો હતો. એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવતો રાહુલ સંજનાના પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવતો હતો અને તું મને ગમે છે, લગ્ન કરીશું કહી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. બંને બહાર પણ મળતા હતા અને ત્યાં પણ રાહુલ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધતો હતો. સંજનાએ ઘર બદલ્યું ત્યારે પણ આ જ સિલસિલો યથાવત રહ્યો હતો. તે અરસામાં તેના પતિને જાણ થતા તેઓ સસરાના ઘરે રહેવા ગયા હતાં. તેથી એક વર્ષ સુધી રાહુલ સાથેનો સંપર્ક રહ્યો નહોતો. ત્રણ વર્ષ અગાઉ પતિએ સંજનાએ રાહુલ સાથેના સંબંધ અંગે મ્હેણાટોણાં મારતા સંજના એકલી રહેવા માંડી હતી. આથી ફરી રાહુલ તેની પાસે આવ્યો હતો અને લગ્નની વાત કરી શરીર સંબંધ બાંધવા લાગ્યો હતો.આથી મે ૨૦૨૧માં સંજનાએ પતિ સાથે છુટાછેડા લઈ બંને બાળકીઓ પણ પતિને સોંપી હતી. જોકે, ત્યાર બાદ રાહુલ એકલી રહેતી સંજના પાસે આવી લગ્નની વાત કરી શરીર સંબંધ બાંધતો હોય સંજનાએ લગ્નની જીદ કરી તેના પરિવારને વાત કરી હતી. જોકે, રાહુલ પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. આથી છેવટે સંજનાએ ગતરોજ રાહુલ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

Author : Gujaratenews