સુરત : સભામાં કોઇ વ્યક્તિએ ખુરશી ઉછાળતા મામલો તંગ બન્યો:બબાલ થતા પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી :સભામાં એક ટોળુ ઉગ્ર બન્યુ.
સભા નજીક ભાજપ કાર્યાલયમાં પણ તોડફોડ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક પછી એક ગુજરાત આવી રહ્યા છે.સુરતના સરથાણાના યોગી ચોકમાં આપ પાર્ટીની સભા દરમિયાન ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે. આપ પાર્ટીની સભામાં કોઇ વ્યક્તિએ ખુરશી ઉછાળતા મામલો તંગ બન્યો હતો. બબાલ થતા પોલીસે એક વ્યક્તિની અટકાયત કરતા સભામાં એક ટોળુ ઉગ્ર બન્યુ હતુ.સુરતમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાન સભા ચૂંટણીમાં રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચેની બબાલનો આ પહેલા કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આપ પાર્ટીની સભા નજીક ભાજપ કાર્યાલયમાં પણ તોડફોડ થઇ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે સ્થળે આપની સભા થઈ તેની નજીક ભાજપની કામરેજ વિધાનસભા બેઠક માટેનું કાર્યાલય છે.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026