સુરતના પાંડેસરા 15 વર્ષનો કિશોર ૭મી ઓકટોબરથી રમવા માટે બહાર જવાનું કહીને ગુમ થયેલ છે. જેની મિસિંગ કમ્પ્લેન નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. બાળકનો સંપર્ક થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.
નામ મહેન્દ્રસિંહ S/0 અનોપસિંહ પરમાર ઉ.વ.૩૯ ધંધો-મજુરીકામ હાલ રહે-પ્લોટ નં.૫૬૬ આવીભવ સોસાયટી વિભાગ-૦૧ ગુ.હા.બોર્ડ પાંડેસરા સુરત શહેર મુળવતન મહાદેવીયા ફળીયુ કાનપુર પંચમહાલ ગુજરાત મો.નં ૮૧૫૪૮૫૪૬૧૩,૮૩૪૭૦૧૦૦૧૮
રૂબરૂમાં આવી મારી ફરીયાદ હકિકત લખાવુ છું કે, હું ઉપર જણાવેલ સરનામે મારી પત્નિ રમીલા અને મારા બે પુત્રો દરબાર ઉ.વ.૧૮ અને હરેશ ઉ.વ.૧૫ નાઓની સાથે રહુ છુ અને અલગ અલગ સંચાખાતામ લાઇટ ફીટીંગનું કામ કરી અમારા પરિવારનુ જીવન ગુજરાન ચલાવે છે. ગઇ તા.૦૭/૧૦/૨૦૨૧ ના રોજ સવારના આઠ વાગ્યે હું મારા કામ અર્થે અમારા ઘરેથી નીકળી ગયેલ હતો ત્યારે અમારા ઘરે મારી પત્નિ અને મારા બંન્ને પુત્રો દરબાર ઉ.વ.૧૮ અને હરેશ ઉ.વ.૧૫ નાઓ અમારા ઘરે હાજર હતા ત્યારબાદ બપોરના બાર વાગ્યે હું મારા ઘરે જમવા માટે ગયેલ ત્યારે મને મારો પુત્ર હરેશ અમારા ઘરમા જોવા મળેલ નહી જેથી મે મારી પત્નિને પુછતા તેણે મને કહેલ કે હરેશ સવારના સાડા નવ વાગ્યેથી આપણા ઘરેથી બહાર રમવા માટે ગયેલ છે જે હજી સુધી ઘરે પરત આવેલ નહીં તેમ કહેતા અમોને થયેલ કે નવરાત્રી સાથે છે જેથી તે મોડી સાંજ સુધીમા આવશે પરંતુ આજ સુધી ઘરે આવ્યો નથી.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025