મૌની રોયે (Mouni Roy) તેના ઇન્સ્ટાગ્રામ પર ટ્યુબ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસ્વીરો પોસ્ટ કરી છે. મૌનીનો મેકઅપ હંમેશા તેની મહિલા ચાહકોને આકર્ષિત કરે છે. ક્લોઝઅપ ફોટામાં તેનો લૂક ઘણો સુંદર લાગી રહ્યો છે.
'ગ્રે' રંગના ટોપમાં આ ફોટાઓને અત્યાર સુધી એક લાખ લોકોએ પસંદ કર્યા છે અને 4 હજારથી વધુ લોકોએ તેમના ફોટા પર કમેન્ટ કરી છે.મૌનીની આ તસવીરો જોઈને તેના ચાહકોના ધબકારા વધી ગયા છે. સોશિયલ મીડિયા પર મૌનીના 19 મિલિયનથી વધુ ચાહકો છે. તાજેતરમાં જ જુબિન નૌટિયાલ સાથે તેનું નવું ગીત દિલ ગલતી કર બેઠા હૈ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.
મૌની રોયને સ્ટાઇલ આઇકોન પણ માનવામાં આવે છે. લોકો તેના 'રેડ કાર્પેટ લુક્સ'ની આતુરતાથી રાહ જુએ છે.ભારતીય' અને 'પશ્ચિમી' બંને શૈલીમાં મૌની રોય પોતાની જાતને શાનદાર રીતે કેરી કરે છે.
મૌનીના કપડાની જેમ તેનો મેક-અપ પણ ખૂબ જ બોલ્ડ દેખાય છે.
05-Mar-2025