જાહેરમાં કામક્રીડા : યુવકે તેની મનપસંદ યુવતીને જાહેર રોડ પર બાહોમાં ભરી લીધી, જુઓ પછી યુવતીના ઘરે જઇને કર્યું એવું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો
19-Apr-2022
ઓઢવમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાને બાથમાં ભરી દેતા મામલો બીચકયો હતો. સગીરાએ વિરોધ કરતા પ્રેમીએ મિત્રો સાથે મળી સગીરાના ઘરમાં મારામારી કરી હતી. ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી અનિલ ઠાકોરે એક તરફી પ્રેમમાં પાગલ બનીને પ્રેમિકાના ઘરમાં મારામારી કરી હતી.
ઘટના કઈક એવી છે કે, ઓઢવમાં રહેતી એક સગીરા આઈસ્ક્રીમ લેવા ઘરેથી નીકળી હતી. ત્યારે આરોપી સગીરાને પટાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ સગીરાએ ભાવ નહિ આપતા તેને અપશબ્દો બોલ્યા હતા. એટલું જ નહીં સગીરાને ઘર નજીક બાથમાં ભરીને છેડતી કરી હતી. સગીરા ડરીને ઘરે પહોંચી તો આરોપી તેના ભાઈ અને મિત્રને લઈ જઈને સગીરાના ઘરમાં ઘૂસીને મારા મારી કરી હતી.
આ મામલો ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધી આરોપી અનિલ ઠાકોરની ધરપકડ કરી છે. આરોપી મજૂરીનું કામ કરે છે. આ સગીરા સાથે એક તરફી પ્રેમમાં પાગલ હતો. પરંતુ સગીરાએ સંબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી યુવક તેને પામવા માટે પીછો કરતો અથવા તો જાહેરમાં અપશબ્દો બોલીને છેડતી કરતો હોવાનો આક્ષેપ સગીરાએ કર્યો છે. પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાને પામવા તેના ઘરે જઈને માર મારી કરતાં વિવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
ઓઢવ પોલીસે પ્રેમી સહિત 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સગીરાની છેડતી કેસમાં પોલીસે પોકસોનો ગુનો નોંધીને પ્રેમીની છેડતી અને મારામારી કેસમાં ધરપકડ કરી છે. જ્યારે તેના ભાઈ અને મિત્રની મારામારીને પગલે ધરપકડ કરવામાં આવી છે. બળજબરીથી પ્રેમ મેળવવું યુવાનને ભારે પડ્યું અને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025