એક્સચેન્જમાં Amazon પર આવી ધમાકેદાર ઓફર! માત્ર 700 રૂપિયામાં ઘરે લઈ જાવ આ શાનદાર Smartphone!

17-Oct-2021

Amazon Deal Of The Day: એમઝોન(Amazon) પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યું છે, જ્યાં સ્માર્ટફોન પર ધમાકેદાર ઓફર્સ મળી રહી છે. મોંઘામાં મોંઘા ફોન લોકો અહીંથી સસ્તામાં ખરીદી શક્શે. એમઝોન દરરોજ નવી ડીલ લઈને આવે છે, જેનું નામ ડીલ ઓફ ધ ડે રાખવામાં આવ્યું છે, અહીં અનેક પ્રોડકટ્સ ઓછા ભાવે મળે છે. આજે Oppo પર ધમાકેદાર ઓફર મળી રહી છે. OPPO A31ને એમઝોન પરથી માત્ર 700 રૂપિયામાં ખરીદી શકાય છે. આવો જાણીએ કેવી રીતે.

નવી દિલ્હીઃ એમઝોન (Amazon) પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યું છે, જ્યાં સ્માર્ટફોન પર ધમાકેદાર ઓફર્સ મળી રહી છે. મોંઘામાં મોંઘા ફોન લોકો અહીંથી સસ્તામાં ખરીદી શક્શે. એમઝોન દરરોજ નવી ડીલ લઈને આવે છે, જેનું નામ ડીલ ઓફ ધ ડે રાખવામાં આવ્યું છે, અહીં અનેક પ્રોડકટ્સ ઓછા ભાવે મળે છે. આજે Oppo પર ધમાકેદાર ઓફર મળી રહી છે. OPPO A31ને એમઝોન પરથી માત્ર 700 રૂપિયામાં ખરીદી શકાય છે. આવો જાણીએ કેવી રીતે.

ગજબનું છે આ સમડીવાળું લેપટોપ! ગેમિંગ નોટબુકવાળા આ લેપટોપમાં છે ક્યારેય નહીં જોયા હોય તેવા ફીચર્સ!

OPPO A31 Offers And Discount-

OPPO A31ની કિંમત અસલમાં 15,999 રૂપિયા છે. જો કે એમઝોન પર આ ફોન પર 28 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. એટલે કે ફોનની કિંમત 11,490 રૂપિયા થઈ ગઈ છે. જો કે આ ફોનને વધુ ઓછા ભાવે ખરીદી શકાય છે. એક્સચેંજ ઓફરથી તમે આ ફોનને 700 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર 10,750 રૂપિયાની એક્સચેંજ ઓફર ચાલી રહી છે.

 

Best New Car Offers 2021: દિવાળીમાં કાર લેવાનું વિચારી રહ્યાં છો? તો આપના માટે છે આ સ્પેશિયલ ઓફર!

જો તમે તમારો જૂનો ફોન એક્સચેંજ કરવા માગો છો, તો તમને આટલા રૂપિયા ઓફ મળી શકે છે. જો કે આ ફોનની કંડીશન અને મોડલ પર નિર્ભર કરે છે. જો તમારો ફોન લેટેસ્ટ હશે તો તમને તેની સારી કિંમત મળી શક્શે. 

OPPO A31ના સ્પેસિફિકેશન્સ-

આ સ્માર્ટફોનમાં 6.5 ઈંચનો વોટરડ્રોપ મલ્ટી-ટચ સ્ક્રિન આપવામાં આવી છે. જે 89 ટકા સ્ક્રિન ટુ બોડી રેશિયો છે. આ ડિવાઈસ મીડિયાટેક 6765 ઓક્ટાકોર પ્રોસેસર પર ચાલે છે. જેમાં 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા છે જેમાં 12 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે.

ફોનમાં AI બ્યુટિફિકેશન સાથે 8 મેગાપિક્સલનો ફ્રંટ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન 4G સપોર્ટેડ છે. ફોનમાં ColorOS 6.1 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત Android v9.0 સાથે આવે છે. ફોનમાં 4230 mAHની બેટરી આપવામાં આવી છે.

Author : Gujaratenews