રાજકોટના છાપરા ગામે તણાયેલી કાર મળી આવી, કારમાંથી પેલિકન કંપનીના માલિક કિશન શાહનો મૃતદેહ મળ્યો
15-Sep-2021
RAJKOT : રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. એક દિવસ પહેલા એટલે કે 13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદે ખુબ તારાજી સર્જી હતી. ભારે વરસાદને કારણે ગઈકાલે રાજકોટના કાલાવડ રોડ પર છાપરા ગામ પાસે ડોંડી નદીમાં કાર તણાઈ ગઈ હતી. એક દિવસની શોધખોળ બાદ આખરે આ કાર મળી આવી અને આ કારમાં પેલિકન કંપનીના માલિકનો મૃતદેહ મળી આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે 13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદે ખુબ તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે ગઈકાલે છાપરા ગામ પાસે દોંડી નદીમાં કાર તણાઈ ગઈ હતી. એક દિવસની શોધખોળ બાદ આખરે આ કાર મળી આવી અને આ કારમાં પેલિકન કંપનીના માલિકનો મૃતદેહ મળી આવ્યો છે. આ કારમાં પેલિકન કંપનીના માલિક કિશન શાહ, કારચાલક અન્ય એક વ્યક્તિ સવાર હતા.. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમે મોરચો સંભાળ્યો હતો અને કારની શોધખોળ હાથ ધરી હતી.. NDRFની ટીમને આજે રાજકોટ-કાલાવડ હાઈવે પાસેથી કાર મળી આવી છે.. કારમાંથી કિશન શાહનો મૃતદેહ મળ્યો છે.
રાજકોટ-જામનગર હાઈવે પર છાપરા ગામની દોંડી નદીમાં આ કાર તણાઈ હતી. આ કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જયારે પેલિકન કંપનીના માલિક કિશન શાહ અને કારચાલક કાર સાથે પાણીમાં તણાયા હતા. આખરે સતત મહેનત બાદ NDRF ની ટીમે કાર તણાઈ હતી ત્યાથી 500 મીટર દુરથી કાદવમાં ખુપેલી કારને શોધી કાઢી હતી. આ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026