સૌરાષ્ટ્ર પંથકની સૂકી ધરા પર આભ ફાટ્યું : ભારે તારાજી, મેઘરાજાનું રોદ્ર રૂપ: આવો વરસાદ ક્યારેય જોયો નથી, ૨૪ ગામ સંપર્ક વિહોણા, ત્રણનાં મોત, બે લાપતા

14-Sep-2021

સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની તસવીર.

રાજકોટ: ત્રણ માસથી મેઘરાજાનો ઈંતજાર કરતા સૌરાષ્ટ્રવાસીઓ પર આજે એક દિવસમાં જ મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે છપ્પર ફાડકે જળવર્ષા કરીને ધરતીને પાણી પાણી કરી દીધી હતી. રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં ૪થી ૨૩ ઈંચ સુધી અતિ ભારે ધોધમાર લાપત્તા બન્યાનું જાહેર થયું છે. સેંકડો લોકો પૂરમાં ફસાતા ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., એરફોર્સ તથા સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધરાયું હતું જે આજે રાત્રિના પણ જારી રહ્યું હતું. ધોધમાર વરસાદથી રાજકોટ, જામનગર, જુનાગઢ શહેર તથા નાના-મોટા ગામો,શહેરોનો પાણી પ્રશ્ન અને સિંચાઈનો પ્રશ્ન પણ હળવો થયો છે. વરસાદના પગલે રાજકોટ જામનગર, જેતપુર, કાલાવડ રોડ સહિત અનેક મુખ્યમાર્ગો અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. રાજકોટ,ગોંડલમાં ૧૭૦૦ સહિત હજારો લોકોનું સ્થળાંતર કરાયું હતું.

જામજોધપુર તાલુકાના સમાણા ગામે કોઝવે પરથી પસાર થતી કાર લઈને ખરીદી માટે જઈ રહેલા દંપત્તિ કાર સાથે પાણીમાં તણાતા મોત નીપજ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.

જ્યારે રાજકોટના કાલાવડ રોડ પર છાપરા ગામ પાસે કારખાને જઈ રહેલા કિશનભાઈ જમનાદાસ (રહે. યુનિ.રોડ તથા શ્યામગીરી મહેશગીરી અને સંજય ડાયાભાઈ બોરીચા નામના બે ડ્રાઈવર સાથે પોતાના પેલીકન કારખાને જઈ રહ્યા હતા ત્યારે ડોન્ડી નદીના પુલ પરથી આઈ-૧૦ કાર પૂલ પાસે પૂરમાં તણાતા એકને બચાવી લેવાયેલ છે જ્યારે કારખાનેદાર સહિત બે વ્યક્તિ અને કારનો રાત્રી સુધી પત્તો લાગ્યો નથી. જ્યારે રાજકોટ તાલુકાના ન્યારા ગામે રહેતા મણીબેન ગમારા નામના મહિલા કાગદડી ગામ પાસે કાર પાણીમાં તણાતા મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. જ્યારે રાજકોટ નજીકના છાપરા,ખીરસરા ગામ પાસે પેલીકન નામના કારખાનેદારની આઈ-૧૦ કાર પાણીના પૂરમાં તણાતા તેના વિડીયો વાયરલ થયા હતા. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર એક વ્યક્તિને બચાવી લેવાઈ છે જ્યારે અન્ય બેની આજે રાત્રિ સુધી હજુ પત્તો લાગ્યો નથી.
જામનગર, જામજોધપુર અને કાલાવડના પચીસેક ગામોમાં બારે મેઘ ખાંગા થઈને ૨૨થી ૨૫ ઈંચ વરસાદ વરસી ગયાનું ગ્રામજનોએ જણાવ્યું છે. સત્તાવાર સૂત્રો અનુસાર જિલ્લાના જામનગર શહેરમાં ૬ ઈંચ, કાલાવડમાં સૌથી વધુ ૧૫ ઈંચ, ધ્રોલમાં ૮ ઈંચ, જોડિયા તાલુકામાં ૬.૫૦ ઈંચ, જામજોધપુરમાં ૪ ઈંચ, લાલપુરમાં ૩ ઈંચ વરસાદથી ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. જિલ્લાના મોંડા, બાંગા, અલિયાબાડા, ઘુડશિયા, શેખપાટ, કુન્નડ વગેરે ગામોમાં એરફોર્સે વરસતા ધોધમાર વરસાદ વચ્ચે જઈને હેલિકોપ્ટરથી ૪૩ લોકોના જીવઉગાર્યા હતા. જામનગર તાલુકાના જામવંથલી, ચાવડા ગામે અને ધુડશિયા પે એસ.ટી. બસો ફસાઈ જતા  સ્થળે ખસેડાઈ હતી. જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી તથા શહેરના માર્ગો પર અટવાતું વરસાદી પાણી અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુસી ગયા

રાજકોટ જિલ્લામાં લોધિકામાં ૧૮ કલાકમાં ૨૩ ઈંચ ધોધમાર વરસાદથી માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા હતા. લોધિકા તાલુકાના ખીરસરા ,છાપરા પાસે રાજકોટ-કાલાવડ રોડ પર માર્ગો પર ધસમસતા પાણીમાંકારથી માંડીને કાલાવડ રોડ પર ટ્રક સહિતના અસંખ્ય વાહનો ‘ તણાયા હતા. જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકામાં ૧૦, ધોરાજી તાલુકામાં ૧૨ ઈંચ, ગોંડલમાં ૧૦, ઉપલેટા ૮ ઈંચ, જામકડોરણા ૬ ઈંચ, જેતપુરમાં ૩ ઈંચ વરસાદથી સમગ્ર જિલ્લામાં રાજકોટનો ન્યારી-૧ ઉપરાંત ગોંડલનું વેરી તળાવ, ઉપલેટાનો મોજ ડેમ, પડધરી પાસે આજી-૩, ડોંડી, ખોડાપીપર સહિતના જળાશયો, વેણુ ૨ વગેરે ડેમો ઓવરફ્લો થયા છે. જિલ્લા તંત્ર દ્વારા અલંગથી પાંચ બોટઅને ૧૫ તરવૈયાઓની ટીમ રાજકોટ શહેર અને ધોરાજીમાં મોકલાઈ હતી. રાજકોટમાં ૧૩૫૫, ગોંડલમાં ૨૫૦ સહિત જિલ્લામાં ૩ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું.
જુનાગઢ જિલ્લામાં ગીરનાર અને દાતાર પર્વત પર ૧૮ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વિસાવદર ૧૭ ઈંચ, જુનાગઢમાં ૭ ઈંચ, માળિયાહાટીના,મેંદરડા, કેશોદમાં ૪, ભેંસાણ, વંથલી અને માણાવદર તાલુકામાં ૫ ઈંચ અને માંગરોળમાં ૩ ઈંચ વરસાદથી ચોતરફ પાણીના પૂર આવ્યા હતા. વિલિન્ડન, આણંદપુર, હસનાપુર, નરસિંહ તળાવ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. વહીવટીતંત્રએ ભારે વરસાદના પગલે દામોદાર કુંડ, વિલિગ્ડન ડેમ પર જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સોમનાથના તલાલા, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં ૧થી ૨ ઈંચ વરસાદ, દ્વારકાના ભાણવડમાં ૧, ખંભાળિયા અર્ધો ઈંચ, મોરબી જિલ્લાના ટંકારામાં ધોધમાર ૩ ઈંચ, વાંકાનેર અને માળિયામિયાણામાં દોઢ અને હળવદમાં અર્ધો ઈંચ, અમરેલી જિલ્લાના વડીયા ૪ ઈંચ, બગસરા ૨ ઈંચ જ્યારે લિલીયા, ધારી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ તાલુકામાં અર્ધાથી એક ઈંચ, પોરબંદરના કુતિયાણામાં ૨ ઈંચ અને રાણાવાવ તથા પોરબંદરમાં એક ઈંચ વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી એકંદરે ખુશીની લહેર છવાઈ છે.

કયા જિલ્લાના ગામને સૌથી વધુ અસર ?

જિલ્લો અસરગ્રસ્ત ગામ
રાજકોટ ૧૪૪
જામનગર ૫૮
પોરબંદર ૦૬
જુનાગઢ ૦૫

આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવનાર મેઘાએ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે તોફાની બેટિંગ કરી હતી. વલસાડના કપરાડામાં ૧૦ ઇંચ વરસાદના કારણે ચારેબાજુએ જળબંબાકારનીસ્થિતિ સર્જાહિતી, જેના પગલે ૩૯ માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી.
જ્યારે બીજી બાજુ ઉકાઇ ડેમની સપાટી ખતરનાક લેવલથી ચાર ફૂટ ઓછી એટલે કે ૩૪૨ ટની નજીક પહોંચી ગઇ હતી. ઉકાઇ ડેમના કુલ આઠ દરવાજા ખોલીને ૮૫૦૦૦ લક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, અને કાકરાપાર ઓવરફ્લો થયો હતો. સુરત, તાપી અને નવસારીમાં ૪ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે કુકરમુંડાની નૈનસીવાડી નદીમાં સિઝનમાં પહેલીવાર નવા નીર આવ્યા હતા. નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું હતું. ડાંગ જિલ્લામાં ૧૧ કોઝવે પાણીમાં ડુબી ગયા હતા. જિલ્લામાં ૪ ઇંચ વરસાદના પગલે જિલ્લાની અંબિકા, ખ૨ે૨ા ને પૂર્ણા નદી જેવી નદીઓ ગાંડીતૂર બની હતી. નવસારીમાં ત્રણ ઇંચ વરસાદના પગલે સુપા ગામે પૂર્ણા નદીનો પૂલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

રાજ્યના સૌરાષ્ટ્રમાં (rain in Saurashtra) સાંબેલાધાર વરસાદ વરસતા ક્યાંક ખુશીનાં તો ક્યાંક તારાજીના (Saurashtra weather) દ્રશ્યો સર્જાયા હતા. ગત 24 કલાકમાં રાજ્યનાં (Guajrat rain) 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ તો સૌથી વધુ રાજકોટના લોધિકામાં (lodhika rainfall) 20.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 15.5 ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો છે. આ સાથે 83 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ (Red alert in Saurashtra) આપવામાં આવ્યું છે.

એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.

Author : Gujaratenews