બર્થડે પાર્ટીમાં જવાનું કહીને નીકળેલી ધો.૯ની વિદ્યાર્થિનીને કામી યુવક બેડરૂમમાં ઢસડી ગયો
14-Sep-2022
File images.
વડોદરામાં ટ્યુશને ગયેલી ધોરણ-૯ની વિદ્યાર્થિનીને ગેરેજમાં કામ કરતા વિધર્મી યુવકે ફસાવી પોતાને ઘેર લઇ ગયા બાદ બળાત્કાર ગુજારતાં પીડિતાએ તેના પિતાને જાણ કરી હતી.જેથી ગોત્રી પોલીસે બળાત્કારી યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થિનીને બચકું ભરી મારી નાંખવાની ધમકી આપી વિદ્યાર્થિનીની બહેનપણીનો મોઇન પર કોલ આવ્યો કે તેને શોધી રહ્યા છે. પછાત વર્ગની વિદ્યાર્થિનીને તેના પરિવાર જનો અભ્યાસ કરાવવા માંગતા હતા.જેથી તેને દીવાળીપુરા વિસ્તારમાં ખાનગી ટ્યુશન ક્લાસ પણ કરાવ્યા હતા.આ વિદ્યાર્થિની સાથે તેના પિતા લેવા મુકવા માટે જતા હતા.
ગઇ તા.૧૦મીએ વિદ્યાર્થિની તેની બહેનપણીને ત્યાં બર્થડે પાર્ટી હોવાનું કહી ટ્યુશનેથી તેને ઘેર જવા માટે નીકળી હતી.પરંતુ મોડી સાંજ સુધી તે ઘેર પરત નહિં આવતાં તેના પિતાએ શોધખોળ કરી હતી.આ દરમિયાન વિદ્યાર્થિનીએ મોબાઇલ ફોન પર કરેલા સંપર્કોની તપાસ પણ કરી હતી. જેથી બહેનપણીને કરેલા ફોન પરથી તેના પરિવારજનો મોઇન પઠાણ સુધી પહોંચ્યા હતા.સાડા તેર વર્ષની વિદ્યાર્થિની ઘેર આવી ત્યારે પિતાએ મોડા આવવાનું કારણે પૂછતાં તેણે કહ્યું હતું કે, મોઇન મને સ્કૂટર પર તેના તાંદલજાના ફ્લેટમાં લઇ ગયો હતો અને બેડરૂમમાં મારી મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.તેણે મને તાબે તો નહિ જવા દઉં અને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. પીડિતા ફ્લેટમાં હતી. ત્યારે મોઇન પર પીડિતાની બહેનપણીનો ફોન આવ્યો હતો અને પીડિતાના પિતા તેને શોધી રહ્યા હોવાની તેણે મોઇનને જાણ કરી હતી.જેથી મોઇને રિક્ષા બોલાવી પીડિતાને તેના ઘર નજીક છોડવાની વ્યવસ્થા કરી હતી.ગોત્રી પોલીસે ફરિયાદને આધારે મોઇન શાહનવાઝ પઠાણ (રિઝવાન ફ્લેટ્સ, કિસ્મત ચોકડી, તાંદલજા) ની બળાત્કારના કેસમાં અટકાયત કરી છે.
બળાત્કારીએ બીજા દિવસે ફોન કરી ધમકી આપી
તારા મા-બાપ કાંઇ કહે તો હું તને લઇને ભાગી જઇશ. બળાત્કારનો ભોગ બનેલી સાડા તેર વર્ષની સગીરા ઘેર પહોંચ્યા બાદ બીજા દિવસે મોઇને ફોન કરી ફરીથી ધમકી આપી હતી. પીડિતાના પિતાએ પોલીસને કહ્યું છે કે, મારી પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર મોઇન પઠાણે બીજા દિવસે મારી પત્નીના મોબાઇલ પર કોલ કર્યો હતો. આ ફોન પીડિતાએ લીધો હતો. મોઇને કહ્યું હતું કે,તારા મા-બાપ કાંઇ કહે તો હું તને લઈને ભાગી જઇશ અને જો તું નહિં આવે તો તને ઉઠાવી જઇશ. જેથી પીડિતાએ આ અંગે મને જાણ કરતાં મેં પોલીસનો સંપર્ક કર્યો હતો.
બળાત્કાર ગુજાર્યો તે ફલેટમાં બે મહિલા હાજર હતી એક મહિલાએ મોઇનને પૂછતાં તેણે કહ્યું કે, આ મારી ફ્રેન્ડ છે. તાંદલજાના ફ્લેટમાં સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો ત્યારે બે મહિલા ફ્લેટમાં હાજર હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,સગીર વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પાસેથી મોઇન પાતાના સ્કૂટર પર ફ્લેટ પર લઇ ગયો હતો.જ્યાં બે મહિલા પણ હાજર હતી. એક મહિલાએ મોઇનને આ કોણ છે ? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે,મારી ફ્રેન્ડ છે.ત્યાર બાદ તે સીધો બેડરૂમમાં ચાલ્યો ગયો હતો અને તેણે દરવાજો બંધ કરી દીધો હતો.વિદ્યાર્થિની તેના તાબે નહિં થતાં તેણે બચકું ભરી લીધું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024