ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી:ડીસાના ખેંટવા ગામમાં રાત્રે વરસાદની સાથે માછલીઓ પણ વરસી
14-Jun-2022
ધનસુરામાં સૌથી વધુ પોણા 3, વડગામમાં સવા 2 ઇંચ, વિજયનગર, મોડાસા, સિદ્ધપુરમાં 2 અને તલોદમાં 1 ઇંચ વરસાદ
રવિવારે રાત્રે ભીલડી પંથકમાં પડેલા વરસાદ સાથે નાની નાની માછલીઓ ખેતરમાં પડી હતી. ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ જીવાભાઈ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટાં ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતાં અચરજ ફેલાયું હતું. અહીં આસપાસ નદી તળાવ નથી એવામાં માછલીઓ જોવા મળતાં લોકો ઊમટી પડ્યા હતા.
Author : Gujaratenews
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026




02-Feb-2026