દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ; સંતરામપુરમાં 3 ઇંચ, રાજ્યમાં ચાર મહિલા સહિત 6નાં મોત
13-Jun-2022
કર્ણાટકમાં આઠ દિવસથી અટકેલા ચોમાસાનો એક છેડો ગુજરાત પહોંચી ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 91 તાલુકાઓમાં વરસાદ થયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 75 મિમી. વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે અમદાવાદ, ખેડા, ભરૂચ અને બાવળામાં સામાન્ય વરસાદ થયો છે. ગઈકાલે વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી. તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી.,કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો. જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યાં હતાં.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026