વરાછાને આવતીકાલે વાલક બ્રિજની ભેટ: સુરતનો ૧૨ કિ.મીનો આઉટર રીંગરોડ ૧૩મીએ મુખ્યમંત્રીના હસ્તે ખૂલ્લો મુકાશે

12-Jul-2023

સુરતના ૧૨ કિલોમીટરના આઉટર રીંગરોડ તા. ૧૩ જુલાઈએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. તેમજ સુરત મ્યુનિ. અને સુડાના કુલ ૪૮૨.૨૧ કરોડના પ્રોજેક્ટોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે.

સુરત મ્યુનિ. અને સુડાના મળીને કુલ ૪૮૨.૨૧ પ્રોજેક્ટસનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરાશે

સુરત શહેરની ફરતે બનાવવામાં આવનાર ૧૭.૩૨ કિ.મી લંબાઈના અને ૪૫ મીટર પહોળાઈના આઉટર રીંગરોડના ૬ પેકેજો પૈકીના રસ્તાના ૪ પેકેજો અનુક્રમે વરીયાવ જંક્શનથી કોસાડગામ ૫.૦૨૪ કિમી, ભરથાણા ગામથી અબ્રામા રોડ ૩.૨૭ કિ.મી, ખડસદ રોડથી સણિયા હેમાદ હામ ૨.૨૫ કિ.મી અને સણિયા હેમાદ ગામથી સુરત કડોદરા રોડ ૨.૪૦ કિ.મી મળીને કુલ ૧૨.૯૪ લંબાઈના આઉટર રીંગ રોડ બનાવવામાં આવ્યો છે તેનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આઉટર રીંગરોડના લોકાર્પણ સાથે સાથે ૧૭૯.૩૧ કરોડના ખર્ચે સાકાર થયેલા તાપી નદી પરના ૧.૬૫ કિ.મી બ્રિજનું લોકાર્પણ  કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે પાલિકાની નવી બનેલી સ્કૂલ બિલ્ડીંગ, ચિલ્ડ્રન પાર્ક, કોમ્યુનીટી હોલ વિગેરેનું પણ લોકાર્પણ કરાશે તેની સાથે પાલિકાના વાહન ડેપો, મલ્ટીલેવલ પાકીંગ, કોમ્યુનીટી હોલ, પોર્ટેબલ બીઆરટીએસ સ્ટેશન વગેરે કુલ ૨૮.૦૩ કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

અબ્રામા-વાલક બ્રિજ ખુલ્લો મુકાશે

આઉટર રીંગરોડના લોકાર્પણ સાથે સાથે ૧૭૯.૩૧ કરોડના ખર્ચે સાકાર થયેલા તાપી નદી પરના ૧.૬૫ કિ.મીના નવા બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજથી વેલંજાથી પાસોદરા જવા હવે 15 કિલોમીટરનો ચકરાવો નહી મારવો પડે.

Author : Gujaratenews