હળાહળ કળિયુગ... ભાભી-નણંદના સંબંધોને નેવે મૂકતો કિસ્સો : રૂપિયાની લાલચમાં સગી ભાભીએ સગીર નણંદના દેહનો સોદો કર્યોઃ અમદાવાદની આઘાતજનક ઘટના
10-Nov-2021
પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદ: અમદાવાદમાં વટવા GIDC પોલીસ સ્ટેશનમાં સગીર વયની નણંદને બે હજાર રૂપિયા લઈને દેહવિક્રય માટે મોક્લતી ભાભી સામે ફરિયાદ નોંધાઈ છે. સંબંધોને તાર તાર કરનારી આ ઘટનામાં પોલીસે હાલ આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વટવા GIDCમાં રહેતી સગીરા સાથે રોજ નવા નવા લોકો આવીને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધતા હતા. આ માટે સગીરાની સગી ભાભી જ ગ્રાહકો શોધતી હતી. ભાભી જ નણંદને બળજબરીપૂર્વક બે હજાર રૂપિયામાં યુવકો સાથે મોકલી આપતી હતી. વટવા GIDC વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ભાઈને ત્યાં રોકાવા માટે ગઈ હતી. દોઢક મહિના સુધી ત્યાં રોકાયા બાદ સગીરા તેના ઘરે પરત ફરી હતી. સગીરાએ તેના બીજા ભાઈને જાણ કરી હતી કે જ્યારે તે ભાઈને ત્યાં રોકાવા માટે ગઈ ત્યારે ભાભીએ તેને તેની બહેનપણીની સાથે મોકલી આપી હતી. એ પહેલાં આ સગીરાને તેના ઘરે લઈ ગઈ હતી અને બાદમાં નવરંગપુરામાં આવેલી હોટલ ક્રિસ્ટલ પર લઈ ગઈ હતી, જ્યાં રૂપિયા બે હજાર લઈને તેને દરિયાપુરના એક યુવક સાથે હોટલમાં મોકલી આપી હતી. તે યુવકે સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
તે રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પરત આવી હતી. બાદમાં તેની ભાભીના કહેવાથી ફરીથી સગીરાને ઈસનપુર લઈ જવામાં આવી, જ્યાં અન્ય એક યુવક પાસેથી રૂપિયા બે હજાર લઈને તેને યુવકના ધરે બીજા રૂમમાં મોકલી આપી હતી. ત્યાં તેની સાથે આરોપી યુવકે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી અને આ બાબતની જાણ કોઈને ના કરવા માટે કહ્યું હતું. સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના બીજા ભાઈને કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024