તારક મહેતાની બબીતાને જેઠાલાલનો ટપુડો ગમી ગયો,ટપ્પુને પૂછ્યું-કેટલું કમાઈ લે છે? અને પછી..
10-Sep-2021
ટીવી જગતના સૌથી પ્રખ્યાત ફેમિલી કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોમાં જેઠાલાલથી લઈને બબીતાજી સુધી તમામ કલાકાલ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. શોમાં જેઠાલાલનાં દીકરા ટપ્પુ એટલે કે રાજ અનડકટએ પણ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. રાજે તેની યૂટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે. જેના પર હાલમાં જ બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પણ કમેન્ટ કરી છે.
મુનમુન દત્તાની આ કમેન્ટે દર્શકોનું ધ્યાન ખેચ્યું છે. રાજ અનડકટ હાલમાં જ તેની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે તેના ફેન્સના સવાલોના જવાબ આપી રહ્યો છે. આ વચ્ચે મુનમુન દત્તાએ વીડિયો પર કમેન્ટ કરી હતી જેમાં તે કહે છે. કમાલ હૈ જી.. કમાલ હૈ.. કેટલું કમાઈ લે છે? તો બીજી તરફ રાજે હજુ સુધી મુનમુન દત્તાના સવાલનો જવાબ આપ્યો નથી.
પરંતુ રાજના ફેન્સ રાજના જવાબની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, મુનમુન દત્તાએ જ નહીં પરંતુ એક્ટરના ઘણાં ફેન્સે પણ તેને આ સવાલ પૂછ્યો હતો. જેના પર રાજે કોઈ જવાબ આપ્યો નથી. જોકે, એવું પહેલીવાર નથી થયું કે મુનમુન દત્તાએ રાજના વીડિયો પર કમેન્ટ કરી હોય, તે અવારનવાર એક્ટરની પોસ્ટ અને વીડિયો પર કમેન્ટ અને લાઈક કરતી રહે છે. ત્યારે રાજ પણ મુનમુનની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ચૂકતો નથી. પણ બીજી તરફ રાજનાં ફેન્સ આતુરતાથી આ સવાલનાં જવાબની રાહ જોઇ રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, મુનમુન દત્તાએ જ નહીં એક્ટરનાં ઘણાં ફેન્સે પણ તેને આ સવાલ કર્યો હતો. જેનાં પર રાજે કોઇ જવાબ આપ્યો ન હતો. આવું પહેલી વખત નથી કે જ્યારે મુનમુન દત્તાએ રાજ અનડકટનાં કોઇ વીડિયો પોસ્ટ પર કમેન્ટ કરી હોય. તે ઘણી વખત રાજની પોસ્ટ પર કમેન્ટ કરતી રહેતી હોય છે. તો બીજી તરફ રાજ પણ મુનમુન દત્તાની પોસ્ટ પર કમેન્ટ કરતો રહેતો હોય છે.
તમને જણાવી દઈએ કે, થોડાં સમય પહેલાં એવા પણ સમાચાર આવ્યા હતા કે રાજ અને મુનમુન એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ગયા વર્ષે એક રેસ્ટોરન્ટમાં મુનમુન અને રાજની તસવીરો પણ વાયરલ થઈ હતી. એ બંને ચોકલેટ બ્રાઉની ખાતા જોવા મળ્યા હતા. જોકે, એ બંને ખૂબ જ સારું બોન્ડિંગ શેર કરે છે અને આ બધી અફવાઓ હતી.
20-Aug-2024