અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીમા સંતોની બેઠક દિલ્હી ખાતે મળી

08-Oct-2022

અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીમા સંતોની બેઠક દિલ્હી ખાતે મળી. જેમાં અલ્પસંખ્યક મંત્રાલય, વકફ બોર્ડ અને ફિલ્મ સેંસર બોડૅ ખત્મ કરી નાખો તેવી સંતોએ માંગણી કરી. 

બિહાર, ઉત્તરપ્રદેશ, બંગાળ, તેલંગાના, તામિલનાડુ, કેરલા, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉતરાખંડ, વિગેરેથી પ્રમુખ સંતોની હાજરી

ઉપસ્થિત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ શ્રી નૌતમ સ્વામીજી, તથા ભારતના અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ અવિચલદાસજી મહારાજ, તથા પ.પૂ જગતગુરુ શંકરાચાર્ય સ્વામીજી તથા પ.પૂ વાસુદેવાનંદ સરસ્વતીજી,તથા અખાડા પરિષદના અધ્યક્ષ પ.પૂ રવિન્દ્ર પૂરીજી મહારાજ, તથા પરમ પૂજ્ય આચાર્ય મહામંડલેશ્વર અટલ અખાડા ના શ્રી વિશ્વાત્માનંજી તથા મહાનિર્વાણી અખાડા ના આચાર્ય મહામંડલેશ્વર શ્રી વિસોકાનંદજી ભારતીજી મહારાજ, આનંદ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર શ્રી બાલકાનંદજી મહારાજ શ્રી ઉપસ્થિત રહ્યા હતા.

તથા બિહાર, ઉત્તરપ્રદેશ, બંગાળ, તેલંગાના, તામિલનાડુ, કેરલા, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉતરાખંડ, વિગેરેથી પ્રમુખ સંતોની હાજરી આ મિટિંગ માં રહી હતી.

Author : Gujaratenews