આજકાલ મોજશોખ અને પોતાનામાં જ રચ્યા પચ્યા રહેતા લોકો માટે એક વ્યક્તિ એ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે, સુરતનાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ મનહરભાઈ સાચપરા (યુરો ફૂડસ)નાં ભાઈ દિનેશભાઈ સાચપરા એ પોતાના 53 માં જન્મદિનની ઉજવણી પોતાના ફાર્મ પર વૃદ્ધાશ્રમના વડીલો સાથે કરી હતી. જન્મદિનની ઉજવણીમાં 55 જેટલા વડીલો હાજર રહ્યા હતા. ફાર્મ પર વડીલોને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરાય હતી વડીલોનાં આગમન પર ફુલના હારથી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતી ગીતો, જુના હિન્દી ગીતો અને ગરબાના તાલ પર વાતાવરણને સંગીતમય બનાવવામાં આવ્યું હતું. ત્યારે આ ઉત્સાહભર્યા વાતાવરણમાં વડીલોએ પણ પોતાના પરિવાર દ્વારા તરછોડાયાનું દુઃખ અને દર્દ ભૂલીને ખૂબ રસ અને ઉત્સાહથી ગરબા લીધા હતા જેમાં દિનેશભાઈનો પરિવાર પણ જોડાયો હતો. દિનેશભાઈના પરિવાર સભ્યો દ્વારા તમામ વડીલોનું શાલથી સન્માન કરાયું હતું તેમજ વૃધ્ધાશ્રમના વડીલોને વધુ ઉપયોગી થવા ટોવેલ, હાથ રૂમાલ, શેમ્પુ, બ્રશ, ટૂથપેસ્ટ, શેમ્પુ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનું કિટ વિતરણ પણ કરાયું હતું.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026












02-Feb-2026