સુરતના જાણીતા ફોટોગ્રાફર દ્વારા તાજેતરમાં સ્ટે અને ફૂડની વ્યવસ્થા સાથે ડાંગ જિલ્લામાં બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રતલામ, પુણે, બોમ્બે, ઓરિસ્સા, જયપુર, ઉદેપુર જેવા અલગ અલગ રાજયથી ઉદ્યોગ સાથે સંકળાયેલા સભ્યો હાજર રહ્યા હતા. વર્કશોપમાં આવેલા લોકોને એક રિયલ કપલ સાથે રાખીને તેમનું લાઈવ પ્રિ વેડિંગ કરીને લાઈવ ડેમો દ્વારા કઈ રીતે વર્ક થાય તે શીખડાવવામાં આવ્યું.
આ બે દિવસીય વર્કશોપનું આયોજન સાઈ ફોટો ઍન્ડ ટીમે કર્યું હતું. આ વર્કશોપમાં 37 સભ્યો હાજર રહ્યા હતા. લોકો સુધી તેમની સ્કિલ પહોંચે તેમજ નાના ફોટોગ્રાફર આ વર્કશોપમાંથી કઈક શીખીને એમની લાઈફમાં આગળ પ્રગતિ કરી શકે એવા ઉમદા ઉદ્દેશથી આ વર્કશોપનું આયોજન કરાયું હતું. તમને ઓર્ડર આપનાર પાર્ટી સાથે કઈ રીતે ડિસ્કસ કરવું અને કઈ રીતે ઓર્ડર બુક કરવો. તેમજ ઓર્ડર મળ્યા બાદ પાર્ટીને કઈ રીતે હેન્ડલ કરવી. તે તમામનું મેનેજમેન્ટ ખૂબ ઊંડાણથી આ વર્કશોપમાં બતાવવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન કરનાર સાઈ ફોટો ઍન્ડ ટીમ તરફથી પ્રદીપભાઈ લખાણી દ્વારા વિશેષ જણાવવામાં આવ્યું કે આ બે દિવસના ટૂંકા ગાળામાં અમે ફક્ત લોકોને ફોટો અને વિડિયો વિશે જ સમજાવી શક્યા. પરંતુ અમારું આગળનું પ્લાનિંગ છે કે હજી અમે લોકોને વીડિયોમાં એડિટિંગ કે રો ડેટા બાદ આમાં આગળ શું શું કરી શકાય તે માટે એટલે કે એડિટિંગ માટેનો એક વર્કશોપ કરવાનું વિચારી રહયાં છીએ. અમારી પાસે એડિટ માટેના હાલ 35 સ્ટુડન્ટ પણ તૈયાર છે.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026








02-Feb-2026