આ દ્રશ્યો જોઈ તમારો આત્મા કંપી ઉઠશે, પટનામાં ટીચરે માર મારતા બાળક જમીન પર ઢળી પડ્યો; જુઓ વીડિયો

07-Jul-2022

પટના: બિહારની રાજધાની પટનાથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક કોચિંગ ટીચર પાંચ વર્ષના બાળકની એટલો ખરાબ માર મારે છે તે બાળક બેભાન થઈ જાય છે. તાત્કાલીક તે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ટીચર માસુમ બાળકને ખરાબ રીતે માર મારતો જોવા મળી રહ્યો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
કોચિંગના સંચાલકે કહ્યું, બીપી વધતાં શિક્ષકે આ રીતે માર માર્યો
કોચિંગના સંચાલક અમરાકાંત કુમારે જણાવ્યું હતું કે શિક્ષકને બીપીની સમસ્યા છે. બીપી વધવાને કારણે તેણે છોકરાને આ રીતે માર માર્યો હતો. ધનરુઆની જ્યાં પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ વિકાસ કુમારે કહ્યું હતું કે છોટુ નામનો શિક્ષક અમારા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે. તેને બ્લડપ્રેશરની બીમારી છે. જોકે તેણે જે કર્યું છે એ ખોટું છે. માર મારનાર શિક્ષકને કોચિંગમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. છોકરાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
મૂડ ડિસઓર્ડરનો શિકાર
પટનાના સાઇકોલોજિસ્ટર ડોક્ટર વિવેક વિશાલે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ માટે મોટા ભાગે મૂડ ડિસઓર્ડર જવાબદાર છે. ટીચર પણ એનો શિકાર બની શકે છે. આવા સંજોગોમાં જો બીપીની વાત કહેવામાં આવી રહી છે તો એ ખોટી છે. શિક્ષક બીપીની વાત કરીને પોતાનો બચાવ કરી રહ્યો છે. આવું વર્તન કરવાની આદત શિક્ષકને હશે.

Author : Gujaratenews