વડોદરા : વડોદરામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી સગીરા સાથે ચેટના આધારે પરિચયમાંં આવેલા વિધર્મી યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.
શહેરમાં કમાટીબાગની અવાવરું જગ્યામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. મુંબઈના વિધર્મી આરોપીએ સાવલીની સગીરાને કમાટીબાગની અવાવરુ જગ્યાએ લાવી દુષ્કર્મ આચર્યુ હતું. પરિવારજનોની ફરિયાદના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીને કરજણ ટોલનાકા પાસેથી બસમાંથી ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વડોદરાના સાવલીની સગીરાને ફોસલાવી પટાવીને કમાટીબાગના અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મુંબઈના વિધર્મી યુવક તોહીફ ઉર્ફે કાસીમ શેખ સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. સાવલીમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી સગીરાનો મોબાઈલ નંબર હેલો એપ પરથી મેળવીને મુંબઈના વિધર્મી યુવક તોહીફ ઉર્ફે કાસીમ શેખે સગીરા સાથે વારંવાર વાતો કરી તેને ભોળવીને ત્રીજી તારીખે મુંબઈથી સાવલી આવી સગીરાને વડોદરા લઈ આવ્યો હતો અને કમાટીબાગની અવાવરું જગ્યામાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને સાવલી મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો. સગીરાના પરિવારને જાણ થતાં પરિવારે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
11-Apr-2025