ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપે 44 બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી 23 થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો છે. આમ ભાજપે ગાંધીનગર મહાનગર પર જીત મેળવી લીધી છે.
ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી ભાજપે ત્રણ વોર્ડમાં સમગ્ર પેનલ સાથે જીત મેળવી છે. ભાજપે વોર્ડ નંબર 5,7 અને 9 માં જીત મેળવી છે. જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે. જો કે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જેના પગલે બપોર બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા જાહેર થઈ રહેલા પરિણામોમાં અનેક સ્થળોએ ભાજપની પેનલ આગળ ચાલી રહી છે. જ્યારે અનેક વોર્ડમાં બેલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો શરૂઆતી લીડ લઈ રહ્યા છે. જેમાં હાલમાં મળતા સમાચાર મુજબ ગાંધીનગર વોર્ડ નંબર 1 મા ભાજપની પેનલ જીતી છે. જેમાં ચારેય ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત થઈ છે. જેમાં ચારેય ઉમેદવાર કિંજલકુમાર પટેલ , કૈલાશબહેન સુતરિયા , પદમસિંહ ચૌહાણ ,હેમાબહેમ ભટ્ટની જીત.
RAJKOT : નપા અને જિ.પં.ની ખાલી બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર, કોંગ્રેસનો પંજો છવાયો, ભાજપના બાવળિયાના ગઢમાં ગાબડું
રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે પરિણામ આવી ગયું છે. આ ચૂંટણી પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. અને કોંગ્રેસનો પંજો છવાઇ ગયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જંગી જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જોકે એમાં બાવળિયા અસફળ રહેતાં તેમના જ ગઢમાં ગાબડું પડ્યું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024