રિઝર્વ બેંકે(RBI) ફરી એકવાર આર્થિક વૃદ્ધિ કરતાં ફુગાવાને અંકુશમાં રાખવાને પ્રાથમિકતા આપી છે. દેશની મધ્યસ્થ બેંકે રેપો રેટમાં અડધા ટકાનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને 5.4 ટકા થઈ ગયો છે. એટલે કે પ્રાઇમ રેટ હવે કોરોનાના સ્તર પહેલાના સ્તરે પહોંચી ગયા છે. આજના નિર્ણય સાથે EMIમાં વધારો નક્કી છે અને શક્ય છે કે આગામી થોડા દિવસોમાં બેંકોમાંથી તેની જાહેરાતો શરૂ થઈ જશે. મોંઘવારી અને મંદી અંગે ચિંતા રિઝર્વ બેંકના ગવર્નરે પોતાના સંબોધનમાં વિશ્વભરમાં વધતી મોંઘવારી અને મંદી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઉભરતી અર્થવ્યવસ્થા સંખ્યાબંધ પડકારોનો સામનો કરી રહી છે જેમાં નબળું સ્થાનિક ચલણ અને વિદેશી ભંડોળનો પ્રવાહ અને વિદેશી હૂંડિયામણના ભંડારમાં ઘટાડો સામેલ છે.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026