હાલમાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવીઃ ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો.
માર્ચમાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર પણ હુમલો થયો હતો
ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. શીખ ફોર જસ્ટિસના મુખ્ય આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ૩૦ જૂને કહ્યું હતું કે ૮ જૂલાઈથી ભારતીય દૂતાવાસોને ઘેરી લેવામાં આવશે. આ ઘટના તેની જાહેરાતના બીજા જ દિવસે એટલે કે ૧લી જુલાઈની રાત્રે કરવામાં આવી હતી.આ ઘટના શનિવારે બની હતી, પરંતુ યુએસ સરકારના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે તેની જાણકારી આપી હતી. હાલમાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં દૂતાવાસને વધારે નુકસાન થયું નથી. પાંચ મહિનામાં આ બીજી ઘટના છે. આ પહેલાં ખાલિસ્તાન સમર્થકોએ માર્ચમાં અમૃતપાલની મુક્તિની માંગ સાથે આ દૂતાવાસને ઘેરી લીધું હતું. આ પહેલાં માર્ચ મહિનામાં અમેરિકામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરક્ષા કોર્ડનને તોડીને કોન્સ્યુલેટ પરિસરમાં ખાલિસ્તાની ઝંડા લગાવ્યા હતા. જો કે, કોન્સ્યુલેટ દ્વારા આ ઝંડાને તરત જ દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં થોડા દિવસો પહેલાં જ વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં આગની ઘટના પર બાઈડન સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને ઘટનાની નિંદા કરી છે.
ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો હતો. આમાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યું હતું. વીડિયોમાં તેને ગયા મહિને કેનેડામાં માર્યા ગયેલા આતંકવાદીહરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો ગણાવવામાં આવ્યો છે. વીડિયોમાં ખાલિસ્તાન સમર્થકોએ કહ્યું કે હિંસાથી હિંસા થાય છે.
અગાઉ આતંકવાદી પક્ષુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે ૮ જુલાઈએ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને યુરોપિયન દેશોમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. એટલું જ નહીં, પશુએ આ રેલીઓને 'કિલ ઈન્ડિયા' નામ આપ્યું છે. જેમાં ૨૧-૨૧ શીખોનું સમૂહ ભારતીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરશે અને તિરંગાનું અપમાન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. પન્નુની ધમકી અને આ ઘટના બાદ ભારતીય તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સાથે જ નિ૨ની હત્યા બાદ આતંકી પશુ પણ ભૂગર્ભમાં છે. તપાસ એજન્સીઓ તેના લોકેશનને ટ્રેસ કરવામાં વ્યસ્ત છે.
માર્ચ મહિનામાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર પણ હુમલો થયો હતો. પંજાબમાં ખાલિસ્તાન તરફી વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ સામે પોલીસ કાર્યવાહીને લઈને ખાલિસ્તાનીઓ ૧૯ માર્ચે ભારતીય દૂતાવાસની સામે એકઠા થયા હતા. તેઓએ પહેલા તોડફોડ કરી અને બાદમાં અહીં લગાવેલા ત્રિરંગાને હટાવી દીધો. એટલું જ નહીં દૂતાવાસની ઇમારતની બહાર ખાલિસ્તાની ત્રિરંગો પણ ફરકાવ્યો હતો.
ખાલિસ્તાનીઓએ કેનેડા - ઓસ્ટ્રેલિયામાં ભારત સામે પોસ્ટરો લગાવીને ઝેર ઓક્યું
અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગચંપી કરવામાં આવી હતી. તેની સાથે સાથે ખાલિસ્તાનીઓએ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ ભારત સામે પોસ્ટરો લગાવીને ઝેર ઓક્યુ છે. આ બંને દેશોમાં ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલની ઓફિસો પર ભારતના ડિપ્લોમેટ્સના ફોટોગ્રાફ સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ સિવાય મેલબોર્નમાં આઠ જુલાઈએ ભારતીય દૂતાવાસ સુધી રેલી કાઢવાની તૈયારીઓ ખાલિસ્તાની આતંકીઓએ શરુ કરી છે. આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકરે મિત્રદેશોને અપીલ કરી છે કે, ખાલિસ્તાનીઓએ પ્લેટફોર્મ આપવામાં ના આવે. ઓસ્ટ્રેલિયામાં લગાવાયેલા પોસ્ટરોમાં રાજદૂત મનપ્રીત વોહરા અને કોન્સ્યુલર જનરલ ડોક્ટર સુશીલ કુમારના ફોટો લગાવાયા છે. જેની સાથે એક એક-૪૭ દર્શાવાઈ છે અને પોસ્ટર પર કિલ ઈન્ડિયા લખવામાં આવ્યુ છે. કેનેડા બાદ ઓસ્ટ્રેલિયામાં વધી રહેલી ખાલિસ્તાનીઓની હિલચાલ ભારત માટે ચિંતાજનક છે. ૨૯ જાન્યુઆરીએ જ મેલબોર્નમાં ભારતીય સમર્થકો અને ખાલિસ્તાની સમર્થકો વચ્ચે અથડામણ પણ થઈ હતી. ઓસ્ટ્રેલિયામાં કેટલાક મંદિરોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન પીએમ સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ડો. જયશંકરે પણ કહ્યુ છે કે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારો સમક્ષ પોસ્ટરો લગાડવાનો મુદ્દો ભારત સરકાર ઉઠાવશે. કારણકે આ પોસ્ટરો થકી ભારતીય ડિપ્લોમેટ્સને સીધી જાનથી મારી નાંખવાની ધમકી જ આપવામાં આવી છે. આ પ્રકારની કટ્ટરવાદી વિચારધારા ભારતના મિત્ર દેશો સાથેના સબંધો માટે સારી નથી.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026




02-Feb-2026