કૃષ્ણની મોક્ષ ભૂમિ ભાલકા તીર્થ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જુદા જુદા જિલ્લામાંથી આહીર સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી.
૫ હજાર પૂર્વે ૧૬ હજાર ગોપીઓ સાથે કૃષ્ણ રાસ યોજાતો હતો
દેવભૂમિ દ્વારકા: ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ૫૧ હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે. ૫ હજાર પૂર્વે ૧૬ હજાર ગોપીઓ સાથે કૃષ્ણ રાસ યોજાતો હતો. મહારાસ માટે ૩૭ હજારથી વધુ આહીર સમુદાયની બહેનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. હાલ દરેક જિલ્લા કક્ષાએ રજિસ્ટ્રેશન ચાલુ છે. મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજાશે. આહીરાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક સાથે ૫૧ હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. પારંપરિક પોશાક સાથે આહીરાણીઓના મહારાસનો વિશ્વ વિક્રમ સર્જાશે.
દ્વારકામાં જગતમંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્ત્વ છે. ૨૦૨૪ સુધી ધ્વજારોહણ કરવા માટે લાંબું વેઇટિંગ લિસ્ટ પણ છે. દ્વારકા જગતમંદિર ઇતિહાસમાં પ્રથમ વખત બિપરજોય વાવાઝોડા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં લઈ ધ્વજારોહણ કરવામાં આવ્યું નહોતું. તેથીએ સમયે જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તેવા ભક્તોનું આજથી ધ્વજારોહણ થાય એવું જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા સુંદર નિર્ણય કરવામાં આવ્યો છે. દરરોજ પાંચ ધજા દ્વારકા જગતમંદિરે ચડાવવામાં આવે છે, પરંતુ બિપરજાય વાવાઝોડા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું.આજથી દરરોજને માટે પને બદલે ૬ ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. ભક્તોની નમ્ર માગણી છે કે આ નિર્ણયને પગલે ફક્ત પંદર દિવસ માટે જ નહીં પરંતુ કાયમી ધોરણે ધ્વજા ચડાવવામાં આવે તો વધુ ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી શકે. દ્વારકા વિસ્તારમાં જ્યારે કોઈ મુશ્કેલી કે સમસ્યા ઉદભવી છે ત્યારે દ્વારકાવાસીઓએ કાળિયા ઠાકોર પર ખૂબ જ શ્રદ્ધા રાખી છે, સમસ્યા દૂર કરવા માટે જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવવામાં આવી છે. જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે.
એક ઇતિહાસના પાને લખાશે જેમાં એક સાથે ૧૬૧૦૮ (સોળ હજાર એક સો આઠ) આહીરાણીઓ એક સાથે આહીર ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ નું આયોજન થવા જય રહ્યું જેમાં ૧૫ હજાર જેટલાં બહેનોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે.આહીર સમાજની બહેનો દ્વારા જુદા જુદા જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં મિટિંગ પણ કરી રહ્યા છે જેમાં આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં આહીર દેવીબેન વાળા તેમજ આહીર ભાવનાબેન સોલંકી દ્વારા પણ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી, હરણાસા, મીઠાપર, માલજીંજવા ગામમાં એક અગત્યની મિટિંગ રાખવામાં આવી હતી.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026




02-Feb-2026