ભાભી એન્જોય ના કરાવતી હોય તો કંઈ નહીં, મારી બેનપણી તો છે ને, તેની સાથે સુઇ જજો

04-Dec-2021

અમદાવાદ : શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતના જ જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ વારંવાર દારૂ પીને આવે છે અને તેને માર મારે છે. આ ઉપરાંત તે પરસ્ત્રી સાથે સંબંધો પણ રાખે છે. પરસ્ત્રી સાથે તેની નણંદ જ મેળ કરાવી આપે છે. પતિની સગી બહેન પોતાની બહેનપણીઓ સાથે મિત્રતા કરાવીને પોતાના પતિને ગેરમાર્ગે દોરે છે તેવો આરોપ મહિલાએ લગાવ્યો હતો. અહીં બેન જ પોતાનાં ભાઇનું પોતાની સહેલીઓ સાથે મેળાપ કરાવી આપતી હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો.

શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 48 વર્ષીય મહિલા પોતાનાં પતિ અને 21 વર્ષીય પુત્ર સાથે રહે છે. મહિલાનો પતિ વ્યવસાય કરે છે. 1996માં બંન્નેના લગ્ન થયા હતા. પતિનો ગુસ્સાવાળો સ્વભાવ હોવાના કારણે અવાર નવાર ઝઘડાઓ થતા રહે છે. જોકે, તે ગમે તેમ કરીને પોતાનો સંસાર ચલાવતી હતી. આટલું જ નહી પોતાના પુત્રના જન્મ બાદ જિયાણાના નાણા મળ્યા તેમાંથી ઘર ખરીદ્યું હતું અને પોતાના પતિ સાથે રહેવા લાગી હતી. જો કે પતિ આમ છતા પણ સમજ્યો નહોતો અને સતત તેની સાથે માથાકુટ કરવાનું ચાલુ રાખ્યું હતું. 

Author : Gujaratenews