અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં હર્રિકેન ઈડા અને અન્ય વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ફ્લૈશ-ફ્લડ અને ટોર્નેડોને કારણે અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે.અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાના કારણે વરસેલા ભારે વરસાદના કારણે તબાહી મચી છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 40 કરતા પણ વધારે લોકોના મોત થયા છે.વાવાઝોડા અને વરસાદના કારણે ન્યૂજર્સીની તમામ 21 કાઉન્ટીઓમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. લોકોને ચેતવણી જાહેર કરીને પૂર હોય ત્યાં રસ્તાઓથી દૂર રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.સોમવારે લુઈસિયાનાના કિનારે અથડાયા બાદ ત્યાંના તટીય ક્ષેત્રોમાં હવાની ઝડપ 241 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. તેને અમેરિકાના સૌથી શક્તિશાળી વાવાઝોડા પૈકીનું એક માનવામાં આવ્યું હતું.
ન્યૂયોર્કમાં બુધવારે 5 કલાકમાં 17.78 સેમી વરસાદ વરસ્યો હતો. જો પ્રમાણની રીતે જોઈએ તો ન્યૂયોર્કમાં 5 કલાકની અંદર આશરે 1 લાખ 32 હજાર કરોડ લીટર પાણી વરસ્યું. આટલા પાણી વડે ઓલમ્પિક ગેમ્સમાં વપરાતા સ્વિમિંગ પૂલને 50,000 વખત ભરી શકાય.








28-Nov-2025