Gujarat Budget 2022:4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાશે, 60થી વધુ વયના લોકોને રૂ. 1,000 અને 80થી વધુ વયના લોકો માટે રૂ. 1,250 પેન્શન

03-Mar-2022

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટને લઈને આવી પહોંચ્યા હતા. 

કોઈ નવા કરવેરા નહીં લાદે, યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાયા બાદ હવે ત્રણ નવી મેડિકલ કોલેજની જાહેરાત

બજેટ હાઈ લાઈટ:

80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન

જસદણ, લિંબાયત, પાલિતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરાશે.

4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાશે.

સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બીલીમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરાશે.

મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે.

PhD કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય

કયા ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ

સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુના રસી ડોઝ નિઃશુલ્ક આપ્યા છે. પડકારો અમને હંફાવી ન શક્યા, અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે, અમે અમૃતકાળની વાત પકડી છે.

માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી, જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.

સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. એના માટે 1188 કરોડની ફાળવણી.

કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ.

બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા 70 કરોડ.

ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસનક્ષેત્ર તરીકે વિકસાવવા 200 કરોડ.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારનાં ગામોને સિંચાઈ માટે 25 કરોડ.

કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ.

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે.

જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની જોગવાઈ.

પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ

આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ

સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ

મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ

ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ

ખેડૂતોને રવીપાક માટે વ્યાજ સહાય યોજના

સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.4000 કરોડની જોગવાઈ

ધાત્રી માતાને 1000 દિવસ સુધી અપાશે રાશન. 1 કિલો તુવેરદાળ, લિટર તેલ, 2 કિલો ચણા અપાશે

ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ

ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઊભી કરાશે

સુરત અને ગિફ્ટ સિટીમાં નવા પોલીસ મથક બનશે

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ

સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ

કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ

આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ

શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ

ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ

પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ

ખેડૂતો માટે વ્યાજ સહાય માટે નવી યોજના

ખેડૂતોને રવી અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપવા નવી યોજનાની જાહેરાત

મહિલા અને બાળકલ્યાણ

કુપોષણના નિવારણ માટે સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી વિનામૂલ્યે દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો ખાદ્ય તેલ આપશે, જેના માટે રૂ.4000 કરોડની ફાળવણી કરી છે.

બીજી હરોળમાંથી નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું

પટેલ સરકારના અંતિમ બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રથમ વખત 1 વાગે રજૂ કર્યું છે. વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં નાણામંત્રી કનુભાઈ બીજી હરોળમાંથી બજેટ રજૂ કર્યું છે. જ્યારે પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી સાથે રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ છે.

ગુજરાતનું બજેટ લાઇવ જોવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.

Author : Gujaratenews