ખેડુતોને રૂ.૧૦ કરોડની સહાય મળશે, અહીંથી જ અરજી કરો : કમલમ્ ફુટનું વાવેતર કરનારા ખેડૂતોને ૩ લાખ સુધીની સહાય
02-Jul-2022
અમદાવાદ :ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી, રીતો વગેરે અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. Government Of Gujarat પણ ખેડૂતલક્ષી નવી-નવી યોજનાઓ અપનાવી રહી છે. જેનો લાભ લઈને ખેડૂતો આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાને રાખીને બાગાયત વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે સબસીડી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરકારે કમલમ્- ડ્રેગન ફ્રુટનુ વાવેતર કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ.૧૦ કરોડની સહાયનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરતા કહ્યું કે, સામાન્ય ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ રૂ. ૩ લાખ તથા અનુ. જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ રૂ. ૪.૫૦ લાખની સહાય અપાશે. કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષીય ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભી કરવા જેવા વિવિધ ઘટકોમાં આર્થિક સહાય માટે વ્યકિતગત ખેડૂત તેમજ રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ કુલ રૂ. ૫૦ લાખની સહાય અપાશે.
અહીં અરજી કરો: ikhedut.gujarat.gov.in
25-Jun-2025