કોલેજિયન યુવતીનો ન્યૂડ વીડિયો ઉતારી નેવી ઓફિસરે દુષ્કર્મ કર્યું

01-Dec-2022

અમદાવાદ મોબાઈલ ફોનમાં ઓન લાઈન એપ્લીકેશન ડાઉન લોડ કરીને ઈંગ્લીશ શીખી રહેલી કોલેજીયન યુવતી નેવી ઓફિસરના સંપર્કમાં આવી હતી. મિત્રતા દરમિયાન નેવી ઓફિસરે યુવતીનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો અને તે વહેતો કરવાની ધમકી આપીને યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. નેવી ઓફિસ હદપાર હેરાન કરતો હોવાથી આખરે યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મૂળ મધ્યપ્રદેશના ભોપનાલની રહેવાસી સપના(19) (નામ બદલેલ છે) 3 વર્ષ પહેલા ભોપાલમાં નીટની તૈયારી કરતી હતી. ત્યારે સપનાએ ઈંગ્લીશ શીખવા માટે મોબાઈલમાં ઓન લાઈન એપ્લીકેશન ડાઉન લોડ કરી હતી. જો કે તે એપ્લીકેશનથી કોલીંગ પણ થતું હતું. જેથી તેના માધ્યમથી સપના હાલમાં આંદામાન - નિકોબાર ખાતે ફરજ બજાવતા નેવી ઓફિસર ધનરાજ જગદીશભાઈ પ્રજાપતિ(28) (શ્યામનગર, ભાર્ગવ રોડ, મેઘાણીનગર) ના સંપર્કમાં આવી હતી. જેથી તે બંને ફોન ઉપર વાતો કરતા હતા. જ્યારે બીજી બાજુ સપનાના માતા - પિતાએ છુટાછેડા લીધા હોવાથી સપનાએ ધનરાજ ૧ સાથે માતા પિતાના પ્રોબ્લેમ વિશે વાત કરી હતી. જેથી ધનરાજે સપનાને અમદાવાદ આવી જવા કહ્યું હતુ. પરંતુ સપનાએ ના પાડી હતી. જો કે ત્યારબાદ સપનાને ગુજરાત યુનિર્વસીટીમાં એડમીશન મળી જતા તે અમદાવાદ રહેવા આવી ગઈ હતી.ત્યારે ધનરાજ તેને મળતો હતો. એક દિવસ ધનરાજે સપનાને કહ્યું કે મારી પાસે તારો નગ્ન વિડિયો છે, તે વહેતો કરી દઈશ. તેવી ધમકી આપીને ધનરાજે સપના સાથે શરીર સુખ માણ્યુ હતુ. વિડિયો વહેતો કરી દેવાની ધમકી આપીને ધનરાજ અવાર નવાર શરીર સુખ માણતો હતો. થોજા સમય પહેલા ધનરાજ રજા લઈને અમદાવાદ આવ્યો હતો.

ત્યારે પણ તે જ વિડિયો બતાવીને વહેતો કરવાની ધમકી આપીને સપના સાથે મારઝુડ કરીને જબરજસ્તીથી શરીર સુખ માણ્યુ હતુ. ત્યારબાદ પણ ધનરાજ હેરાન પરેશાન કરતો હોવાથી આખરે સપનાએ આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વાડજ પીઆઈ સી.જી. જોશી એ જણાવ્યું હતુ કે, ધનરાજ વિરુધ્ધ જરુરી પૂરાવા એકત્રિત કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

જ્યારે ધનરાજ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલી સપના પાસે પોલીસે વીડિયો માગતા એ વીડિયો તેના ફોનમાં નહીં હોવાનું સપનાએ પોલીસને જણાવ્યું હતું. જેથી સપનાનો વીડિયો ધનરાજના જ ફોનમાં હોવાથી પોલીસે તેને બોલાવવા તજવીજ શરૂ કરી છે.

Author : Gujaratenews