ક્રિકેટરો, સેલિબ્રિટિઓ જે હોટેલમાં ઉતરે છે ત્યાં હોટેલ ઈમ્પિરિયલમાં નગ્ન યુવતીના બિન્દાસ્ત ઠુમકા !

01-Oct-2021

રાજકોટ:દેશ અને દુનિયામાં વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા રાજકોટની આબરૂ તાર તાર થઈ જાય તેવી એક શરમજનક ઘટના નામાંકિત હોટેલ ઈમ્પિરિયલ પેલેસમાં બનવા પામી છે. અહીં ટોપ ફ્લોર મતલબ કે સૌથી ઉપરના માળે આવેલા એક રૂમમાં યુવતી નગ્ન થઈને ડાન્સ કરતી હોય તેવો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર જાગી છે. અનેક વખત વિવાદો છતાં ‘શેઠની હોટેલ છે’ કહીને સાડી બાર રાખતાં સરકારી અધિકારીઓ હવે આ ઘટનામાં ઝંપલાવીને તપાસ કરશે કે કેમ તે મુદ્દો પણ સવાલ પૂછી લેનારો છે. આશ્વર્યની વાત એ છે કે હોટેલના જે રૂમમાં યુવતી ડાન્સ કરી રહી છે તે રૂમ નામાંકિત લોકોને જ મળતો હોય છે ત્યારે શું યુવતીને નગ્ન કરીને ડાન્સ કરાવવાની પાર્ટીનું આયોજન પણ કોઈ મોટામાથાએ જ કર્યું હશે કે કેમ તે પણ મોટો પ્રશ્ર્ન છે.

સોશ્યલ મીડિયા ઉપર આગની જેમ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવતી શરીર પર એક પણ કપડું પહેર્યા વગર બિન્દાસ્તપણે નાચતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં હોટેલ ઈમ્પિરીયલ પેલેસ પણ સાફ સાફ દેખાઈ રહ્યું છે અને યુવતી જ્યાં ડાન્સ કરી રહી છે તે ટોપ ફ્લોરનો રૂમ હોવાનું લાગી રહ્યું છે. ચર્ચા તો એવી પણ છે કે આ હોટેલમાં અત્યાર સુધીમાં અનેક વિવાદાસ્પદ વસ્તુઓ બની ચૂકી છે પરંતુ અધિકારીઓ ‘શેઠ’ની હોટેલ ગણીને ત્યાં કશી જ કાર્યવાહી કરી રહ્યા નહોતા પરંતુ હવે જે વીડિયો વાયરલ થયો છે તેની તપાસ કરવા માટે કદાચ અધિકારીઓએ પણ મજબૂર બનવું પડી શકે છે ! દુબઈ અને રશિયા સ્ટાઈલથી આયોજિત થયેલી આ પાર્ટી એક નામાંકિત ઉદ્યોગપતિએ ગોઠવી હોવાની ચર્ચા પણ ચારે બાજુ થઈ રહી છે ત્યારે આ ઉદ્યોગપતિ કોણ છે તેની પણ તપાસ થવી જરૂરી છે.

 

એકંદરે આ પ્રકારનો કાર્યક્રમ ઈમ્પિરિયલ જેવી હોટલમાં આયોજિત થાય તે પણ બહુ મોટી વાત કહેવાય કેમ કે અહીં ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમના ખેલાડીઓ, નામાંકિત સેલિબ્રિટીઓ સહિતના ઉતરતા હોવાને કારણે હોટેલ ઈમ્પિરીયલ હાઈપ્રોફાઈલ હોટેલોમાં ગણાઈ રહી છે.

(કથિત વિડીયોને GNEWS સમર્થન દેતુ નથી)

 

છીંડે ચડ્યો તે ચોર ! આવી પાર્ટી પહેલીવાર નહીં, અનેક વખત યોજાઈ ગયાની ચર્ચા

હોટેલ ઈમ્પિરીયલ પેલેસમાં યુવતી નગ્ન થઈને ડાન્સ કરતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે ત્યારે ‘છીંડે ચડ્યો તે ચોર’ની કહેવત માફક આવી પાર્ટી પહેલી વખત નહીં પરંતુ અનેક વખત યોજાઈ ગયાની ચર્ચા પણ ચારે બાજુ થઈ રહી છે. અહીં મુંબઈ સહિતના શહેરોમાંથી શંકાસ્પદ યુવતીઓ આવતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

 

ઈમ્પિરિયલ સામે આરોગ્ય-ટીપી શાખાની પણ ભેદી ભૂમિકા, પોલીસ પણ ક્યારેય ચેકિંગ નથી કરતી

છેલ્લા દોઢ દાયકાથી શહેરના હાર્દસમા યાજ્ઞિક રોડ પર ધમધમી રહેલી હોટેલ ઈમ્પિરીયલ પેલેસ સામે મહાપાલિકાની આરોગ્ય શાખા અને ટીપી શાખા ભેદી ભૂમિકામાં હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. લોકોના જણાવ્યા પ્રમાણે અહીંથી ક્યારેય ભોજનને લઈને વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવતું નથી કે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ક્યારેય હોટેલના બાંધકામને લઈને ચેકિંગ કરાતું. આટલું ઓછું હોય તેવી રીતે પોલીસ પણ અહીં આવતાં મહેમાનોનું ક્યારેય ચેકિંગ કરતી નથી અને હંમેશા મૂઢની ભૂમિકામાં જ રહે છે. જો ક્યારેક ચેકિંગ કરવામાં આવે તો અનેક ગોરખધંધાનો પર્દાફાશ થાય તેમાં શંકાને કોઈ સ્થાન નહીં હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે.

 

હોટેલમાં ‘ખૂફિયા’ એન્ટ્રી-એક્ઝિટનો મતલબ શું ?

અત્યારે રાજકોટનો લગભગ દરેક નાગરિક જ્યાં ભોજનનો આસ્વાદ માણી આવ્યો હશે તે હોટેલ ઈમ્પિરીયલ પેલેસમાં ‘ખૂફિયા’ મતલબ કે ગુપ્ત એન્ટ્રી અને એક્ઝિટ છે એટલે કે આવવા અને બહાર નીકળવાનો રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઈ છે ત્યારે જો આ સાચું હોય તો અત્યંત શરમજનક કહી શકાય કેમ કે કોઈ પણ હોટેલમાં ગુપ્ત દરવાજો ગોરખધંધા કરવા માટે જ રાખવામાં આવતો હોય છે.

Author : Gujaratenews