વ્યાજબી કારણ વગર પત્નીએ ગૃહ ત્યાગ કર્યો હોય તો ભરણપોષણ આપી શકાય નહીં : કોર્ટ

28-Jan-2023

પતિ પત્નીને લઇ જવા તૈયાર હોવા છતાં પત્નીએ ત્રણ બાળકોના અભ્યાસ માટે રૂ. 90 હજારની માગણી કરતી અરજી કોર્ટે નામંજૂર કરી, વ્યાજબી કારણ વગર પતિનો ત્યાગ કર્યો હતો.

ભરણપોષણની અરજી મંજૂર કરી શકાય નહીં: દલીલ

SURAT:ત્રણ બાળકો અ્ને પત્નીના ભરણપોષણની અરજીના સંદર્ભમાં ફેમિલી કોર્ટે રૂપિયા 90 હજારની માગણી કરતી અરજી નામંજૂર કરી હતી. બચાવ પક્ષે પતિ તરફે દલીલ કરવામા આવી હતી કે વ્યાજબી કારણ વગર પતિનો ત્યાગ કર્યો છે. પતિ તો પત્નીને આજે પણ લઇ જવા તૈયાર છે. નોંધનીય છે કે વ્યાજબી કારણનો અર્થ ઘરમાં થતાં અતિશય ઝઘડા, દહેજની માગણી કે અન્ય અસહ્યમા અસહ્ય શારીરીક-માનસિક ત્રાસનો સમાવેશ થતો હોય છે.

કેસની વિગત મુજબ નાનપુરા ખાતે રહેતા રોનક અને તારીકા (નામ બદલ્યુછે) ના લગ્ન 2003માં થયા હતા. અકજદારને સંયુક્ત કુંટુંબમાં રહેવાનું ફાવતુ ન હોય પતિએ તેમને ભાડાના રૂમમાં રાખ્યા હતા. આ દરમિયાનના દામ્પત્યજીવનમાં ત્રણ બાળકો પણ અવતર્યા હતા. પત્ની ગર્ભવતી હતી ત્યારે તેને પતિ પિયરમાં મૂકવા ગયા હતા પરંતુ ત્યારબાદ પત્ની પતિના ઘરે પરત ફરી નહતી અને ઉલટુ પતિ સામે દારૂ પીને મારપીટ કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત કોર્ટમાં ભરણપોષણની અરજી પણ દાખલ કરી દીધી હતી.

અભ્યાસ માટે 90 હજાર માંગ્યા

પત્નીએ પિયરમાં જ રહીને પતિ સામે ભરણપોષણની અરજી કરી હતી અ્ને એક બાળક દીઠ અભ્યાસ ખર્ચ માટે રૂપિયા 30 હજારની માગણી સાથે કુલ રૂપિયા 90 હજાર માગ્યા હતા. પરંતુ પતિ તરફે એડવોકેટની દલીલ હતી કે પતિ પત્નીને લઇ જવા તૈયાર છે એવા સંજોગોમાં અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં.

Author : Gujaratenews