અત્યારનાં આ યુગમાં પણ માનવતા જીવંત છે એનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. સુરત મોટા વરાછા ખાતે તા. 5 ડિસેમ્બર સોમવારે 15 ગ્રામ સોનાનો દાગીનો નિલેશભાઈ સાચપરા ને મળે છે. અને તેઓ જેમનો પણ દાગીનો હોય નિશાની આપીને લઈ જાય એવો સોશિયલ મિડિયામાં મેસેજ પાસ ઓન કરે છે. કલાકોની ગણતરીમાં જ એમના મૂળ માલિક નો ફોન આવે છે અને એમના ખોવાયેલ દાગીનાની નિશાની આપે છે. આપેલી માહિતી નિલેશભાઈ દ્વારા કંફોર્મ થાય છે અને દાગીના માલિક દેપલા ગામનાં સુરત સ્થાયી થયેલા તૃપેશભાઈ ઘેવરિયા ને પરત કરવામાં આવે છે.
Author : Gujaratenews
11-Apr-2025