રાજકોટ TRC ગેમ ઝોન દુર્ઘટના: મૃત્યુઆંક 35 થવાની શક્યતા

26-May-2024

રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે fir દાખલ કરાઈ છે.યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.ipcની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે.તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાજે પાંચેક વાગ્યા આસપાસ લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 35 જીવતા ભૂંજાઈ ગયા હતા. માત્ર એક મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોખંડ-પતરાંના સ્ટ્રક્ચરથી બનેલા 3 માળના ગેમ ઝોનમાંથી બહુ ઓછા બહાર નીકળી શક્યા હતા અને તેને કારણે સંકુલની અંદર જ લોકો ભડથું થઈ ગયા હતા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું. જોકે ત્યાં સુધીમાં તો રમત રમવા આવેલા બાળકો અને તેના પરિવારજનોમાંથી મોટાભાગનાના મૃત્યુ થઈ ચૂક્યા હતા. મોડી રાત સુધી બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી મૃત્યુઆંક હજુ વધી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ચારેક વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો. ગિરિરાજસિંહ અશોકસિંહ જાડેજાની માલિકીના પ્લોટને પ્રકાશ રાઠોડ તેમજ યુવરાજસિંહ સોલંકી નામની વ્યક્તિએ ભાડેથી રાખી તેના પર ત્રણ માળનું લોખંડ- પતરાનું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. ગેમ ઝોનમાં દસ પ્રકારની ગેમ રમાડવામાં આવતી હતી. એન્ટ્રી ફી 500 રૂપિયા છે, પરંતુ શનિવારે ખાસ સ્કીમ રાખવામાં આવી હતી અને વ્યક્તિ દીઠ રૂપિયા 99 જ રખાતા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.મૃતદેહ અને લાપતાની ફરિયાદ કરવા આવેલા સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાયા, જેનું ડીએનએ મેચ થશે તેને લાશ સોંપાશે.

રાજકોટમાં બનેલી ઘટનાને લઈને મહેસાણા સહિત જિલ્લાના ગેમીંગ ઝોન અને આનંદ મેળા બંધ કરાયા અધિક કલેકટરે તાત્કાલિક અસરથી હાલ પૂરતા બંધ કરી તમામમાં તપાસના આદેશ આપ્યા.

મહેસાણાનો ફન બ્લાસ્ટ અને રાધનપુર રોડ ના આનંદ મેળા ને પણ રાત્રે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા બંધ કરાયા

રાજકોટના ગેમિંગ ઝોન માં લાગેલી આગની ઘટનામાં બાળકો સહિત 22 થી વધુ લોકો જીવતા ભુંજાયા હતા જેને પગલે મહેસાણા જિલ્લામાં ચાલતા તમામ ગેમિંગ ઝોનને શનિવારે રાત્રે 9:00 કલાકે તાત્કાલિક અસરથી બંધ કરાવી તમામમાં જિલ્લા ના પ્રાંત અધિકારીઓને તપાસ કરવાનો આદેશ અધિક કલેક્ટરે આપ્યો હતો મહેસાણાના ડી માર્ટ સર્કલ નજીક આવેલા ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોન અને રાધનપુર રોડ ઉપર આવેલા આનંદ મેળા ને પણ વહીવટી તંત્ર એ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા હતા.

રાજકોટની ઘટના બાદ મહેસાણા જિલ્લા અધિક કલેકટર સુભાષ સાવલિયાએ શહેર સહિત જિલ્લામાં ચાલતા તમામ ગેમીંગ ઝોનમાં તપાસ હાથ ધરીને લાયસન્સ છે કે નહીં અને લાઇસન્સ છે તો જે શરતોને આધીન લાયસન્સ આપવામાં આવ્યું છે તે મુજબ તે ગેમિંગ ઝોન ચાલે છે કે નહીં તેની ખરાઈ કરી તાત્કાલિક અસરથી રિપોર્ટ કરવા અને નિયમો અનુસાર ન ચાલતા ગેમિંગ ઝોનને બંધ કરવા માટે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને સુચના આપી હતી જેને પગલે મહેસાણા પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવ ની ટીમે પાંચોટ સર્કલ નજીક આવેલા ફન બ્લાસ્ટ અને રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મહાદેવની સામે આવેલા આનંદ મેળાને પણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા હતા જિલ્લામાં વિજાપુર ખાતે આવેલા આનંદ મેળા ને પણ વિસનગર પ્રાંત અધિકારી એ બંધ કરાવ્યો હતો રવિવારના રોજ ફન બ્લાસ્ટ સહિત ના તમામ ગેમિંગ ઝોનમાં પ્રાંત અધિકારીને ટીમ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવનાર છે અને ત્યારબાદ તેનો રિપોર્ટ અધિક કલેક્ટર અને કલેકટરને સુપ્રત કરવામાં આવશે

જ્યાં સુધી ઇન્સ્પેક્શન નહીં થાય ત્યાં સુધી ગેમિંગ ઝોન ઓપરેશન નહીં કરી શકે

પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ મહેસાણા સહિત ના તમામ ગેમિંગ ઝોનમાં જ્યાં સુધી તંત્રની ટીમ ઇન્સ્પેક્શન પૂરું નહીં કરે ત્યાં સુધી તે ઓપરેશન નહીં કરી શકે એટલે કે એક પણ રાઈડ ચલાવી નહીં શકે

ઘણા સમયથી ચાલતા ફન બ્લાસ્ટને દસ દિવસ પૂર્વે જ લાયસન્સ અપાયુ

મહેસાણામાં એકમાત્ર એવા પાંચોટ સર્કલ ઉપર આવેલા ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોન છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે પરંતુ અત્યાર સુધી લાઇસન્સ વિના બિન્દાસ ચાલી રહેલા આ ગેમિંગ ઝોનને કેટલાક દિવસ પૂર્વે જ વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ અપાયું હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું

સ્વજનના મૃતદેહને ઓળખવા આવેલા લોકોને ચહેરો જોવા ન મળ્યો, લાશ ઓળખવા ડીએનએ ટેસ્ટ કરાયા. મૃતદેહ અને બે સ્વજનના લોહીના સેમ્પલ લઇને ગાંધીનગર મોકલાયા, ત્રણ દિવસે રિપોર્ટ આવશે, બાદ અંતિમવિધિ થશે.

રાજકોટ: ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં ભડથું થઇ ગયેલા મૃતકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રીના સવા બાર વાગ્યા સુધીમાં 28 મૃતદેહ હોસ્પિટલે પહોંચ્યા હતા. ગેમ ઝોનમાં ગયેલા સ્વજન લાપતા થતાં તેના મૃત્યુ થયાની શંકાએ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. લાપતા થયેલા વ્યક્તિના સ્વજન પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચતા હતા પરંતુ મૃતદેહ એટલી હદે સળગી ગયા હતા કે, 28માંથી એકપણ લાશનો ચહેરો નહોતો ઓળખાયો.

મૃતકની ઓળખ મેળવવા માટે તંત્રએ તમામ મૃતકના ડીએનએ ટેસ્ટનો નિર્ણય કર્યો હતો. તમામ 28 સળગેલી લાશને નંબર આપવામાં આવ્યા હતા અને તમામ મૃતદેહમાંથી લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જે વ્યક્તિની શોધમાં તેના પરિવારજનો આવ્યા હોય તેમને સમજાવીને તેમના લોહીના સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે લેવામાં આવી રહ્યા હતા. 

હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મૃતકના માતા-પિતા, ભાઇ બહેન અથવા સંતાનોના પૈકી કોઇપણ બે વ્યક્તિના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ તમામ 28 લાશ અને તેમની ભાળ માટે આવેલા તેમના સ્વજનોના લોહીના સેમ્પલ લઇને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું હતું કે, ત્રણેક દિવસમાં ડીએનએ રિપોર્ટ આવશે. જે નંબરની લાશ સાથે જે જીવિત વ્યક્તિના લોહીના સેમ્પલ મેચ થયા હશે તે જીવિત વ્યક્તિને તે લાશની સોંપણી કરવામાં આવશે. 

કમનસીબી તો એ હતી કે, ગેમ ઝોનમાં આનંદ પ્રમોદ કરવા ગયેલા સ્વજનના મૃત્યુની શંકાએ હોસ્પિટલે પહોંચેલા લોકોને કોરોના બિલ્ડિંગમાં મોકલવામાં આવતા હતા અને તેમના ત્યાં લોહીના સેમ્પલ લેવામાં આવતા હતા. ત્રણેક દિવસ બાદ ડીએનએ રિપોર્ટ આવશે ત્યારે રિપોર્ટના આધારે સ્વજનને મૃતદેહની સોંપણી કરવામાં આવશે. 

સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહો રખાયા

ગોઝારી ઘટનામાં 28 મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમે પહોંચ્યા હતા. દરેક મૃતદેહમાંથી લોહીના સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે લેવાયા હતા. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડરૂમમાં 10 મૃતદેહ સાચવવાની ક્ષમતા હોય અન્ય 18 મૃતદેહ એઇમ્સ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા.

રાજકોટ શહેર માટે આજનો દિવસ દુઃખદાયક સાબિત થયો છે ત્યારે અગત્યના નંબર પિડીતોના પરવારજનો માટે ઉપયોગી થઈ શકે

હોસ્પિટલ પોલીસ ચોકી 0281 2447294

સિવિલ હોસ્પિટલ 0281 2471118

झोन : +917698983267(PI ZANKAT)

+919978913796( ACP VG PATEL)

ગેમ ઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે

झोन : 73833 13325 (PI DHAVAL HARIPARA)

997840 8304 (ACP RADHIKA BHARAI)

Author : Gujaratenews