ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ભાગલાની સાથે શરૂ થયો હતો. જે આજ પણ ચાલુ છે. બંને દેશો વચ્ચે ભાગલાથી લઈને આજદિવસ સુધી વિવિધ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.
પાકિસ્તાન, આપણા કાશ્મીર પર દાવો કરે છે, જ્યારે ભારત પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પર દાવો કરે છે. જમ્મુ કાશ્મીરમાં વહેતી નદીના પાણીને લઈને પણ બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ એક એવો વિવાદ છે, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ વિવાદ કેરીની જાતનો છે. બંને દેશો ઉત્તર પ્રદેશની કેરીની વિવિધતા પર દાવો કરતા રહે છે. આવો જાણીએ આ વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો.
ઉત્તર પ્રદેશના રતૌલ ગામના લોકોએ દાવો કર્યો કે આ કેરી તેમના ગામમાંથી નીકળી છે અને તે પાકિસ્તાનની નહીં પણ ભારતની કેરીની મૂળ જાત છે.વર્ષ 1981માં પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ ઝિયા ઉલ હકે, ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને રતૌલ કેરી મોકલી હતી અને કહ્યું હતું કે આ તેમના દેશની કેરી છે.
આ વાત છે વર્ષ 1981ની. ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને જનરલ ઝિયા ઉલ હક પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. એ સમયે ઝિયા ઉલ હકે ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માટે કેરીના ટોપલા મોકલ્યા હતા અને કહ્યું કે આ તેમના દેશની કેરી છે. વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને એ કેરી એટલી ગમતી કે તેમણે જનરલ ઝિયા ઉલ હકને પત્ર લખીને તેમની પ્રશંસા કરી, અને સાથોસાથ રાજકીય રીતે પુછવાની સાથે કટાક્ષ કરતા કહ્યું કે, શું આવી કેરીઓ માત્ર પાકિસ્તાનમાં જ જોવા મળે છે.
કેરીઓ બાગપતના રતૌલ ગામની
તે સમય કેરીના સમાચાર આવ્યા તો ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રતૌલ ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હકે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ભારતના રાષ્ટ્રપતિને જે કેરી મોકલી હતી, તે પાકિસ્તાનની હોવાનો દાવો કર્યો હતો. પરંતુ તે અસલ તો ઉત્તર પ્રદેશના બાગપતના રતૌલ ગામની હતી. રતૌલ ગામના લોકોએ દાવો કર્યો હતો કે આ કેરી તેમના ગામમાંથી નીકળી છે અને તે પાકિસ્તાનની નહીં પણ ભારતની મૂળ જાતની છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024