દિલ્હીમાં અગ્નિવર્ષાઃ દેશનું સૌથી વધુ ૫૩ ડિગ્રી તાપમાન

25-May-2024

રાજધાનીમાં ૮૩૦૨ મેગાવોટ વીજળીની માગે તમામ રેકોર્ડ તોડયા: મુંગેશપુરમાં સેન્સરમાં ખામીની શંકા દિલ્હીમાં બપોરે વિક્રમી ગરમી પછી સાંજે વરસાદ પડતાં તાપમાન ૧૦ ડિગ્રી ગગડતાં રાહત : ઝાંસીમાં ૪૯ ડિગ્રી સાથે ૧૩૨ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

ભારતનો મોટો હિસ્સો સતત સાતમા દિવસે ગરમીની લપેટમાં રહ્યો હતો

. રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો 48.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે, જે આ વર્ષે અત્યાર સુધીનું દેશમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે.

દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત ભારે ગરમીની ઝપેટમાં

જ્યારે ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં પારો 43 ડિગ્રીની ઉપર યથાવત છે. ગુજરાતમાં પણ તાપમાન 45 થી ઉપર છે. પાકિસ્તાનની વાત કરીએ તો તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે.દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત ભારે ગરમીની ઝપેટમાં છે. કાળઝાળ ગરમી અને ગરમીના પ્રકોપ સામે લોકો લાચાર જણાય છે. ભારતનો મોટો હિસ્સો ગુરુવારે સતત સાતમા દિવસે ગરમીની લપેટમાં રહ્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો 48.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે, જે આ વર્ષે અત્યાર સુધીનું દેશમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. જ્યારે ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં પારો 43 ડિગ્રીની ઉપર યથાવત છે. ગુજરાતમાં પણ તાપમાન 45થી ઉપર છે. પાકિસ્તાનની વાત કરીએ તો તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. ગુરુવારે પાડોશી દેશમાં તાપમાન 50 ડિગ્રી નોંધાયું હતું.

સત્તાવાર માહિતી અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 16 સ્થળોએ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ભારે ગરમીનું મોજું ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. રાજસ્થાનમાં આકાશમાંથી આગ વરસી રહી છે. ગુરુવારે, ચુરુમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ, ફલોદીમાં 47.8 ડિગ્રી અને જેસલમેરમાં 47.2 ડિગ્રી નોંધાયું હતું.

બાડમેર શહેરમાં કાળઝાળ ગરમીના કારણે બે મહિલાઓને ચક્કર આવતા રોડ પર પડી ગયા હતા. નજીકના લોકો મહિલાઓને હોસ્પિટલ લઈ ગયા અને બીજી તરફ બલોત્રા જિલ્લાના પચપદ્રા રિફાઈનરી વિસ્તારમાં ગરમીના કારણે બે મજૂરોની તબિયત લથડી. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પંજાબના રહેવાસી શિંદર સિંહ નામના 41 વર્ષીય મજૂરનું મોત થયું હતું. સુરતમાં શુક્રવારે સાત લોકોના ગરમીના કારણે મોત થયા છે

 

Author : Gujaratenews