ગુજરાતની 25 ખબરો માત્ર એક ક્લિક પર, આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ બેસશે

30-May-2024

ગુજરાતના આજના 25થી વધુ મહત્વના સમાચારો માત્ર હેડિંગ સાથે વાંચો... રાજકોટની ઘટના હોય કે પછી ગરમી કે ચોમાસું ક્યારે બેસશે તમામ સમાચારો પર નજર ફેરવો માત્ર પાંચ મિનિટમાં.

▪️આજે સાતમા તબક્કાની ચૂંટણી માટે સાંજે શાંત થઈ જશે પ્રચાર પડઘમ.

▪️1 જૂને વારાણસી સહિત 57 બેઠક પર થશે મતદાન

▪️આજે સાંજે પીએમ મોદી જશે કન્યાકુમારી. 1 જૂન સુધી રોકાશે.

▪️આજે પીએમ મોદી પંજાબના હોશીયારપુરમાં કરશે જનસભા.

▪️ આવતી કાલે અમિત શાહ રાજકોટના પ્રવાસે. અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓ સાથે કરશે સમીક્ષા.

▪️આજે યુપી સીએમ યોગી લુધિયાના અને કુલ્લુમાં કરશે રેલી.

▪️આજે કેરળમાં બેસી શકે છે ચોમાસું..

▪️આજે રાહુલ ગાંધી ઓડિશા અને ઝારખન્ડમાં કરશે ચૂંટણી પ્રચાર.

▪️ઉત્તરકાશીના જંગલમાં લાગેલી આગ પર તંત્ર દ્વારા કાબુ મેળવાયો.

▪️બિહારમાં ગરમીને કારણે 8 જૂન સુધી સ્કૂલો બંધ રહેશે.

▪️ આજે પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ મિશ્રા આવશે અમદાવાદ. કાલે વડનગરની લેશે મુલાકાત.

▪️આગામી ત્રણ દિવસ રાજ્યમાં આંધી, વંટોળની આગાહી.

▪️રાજ્યમાં નવી 80 ફેમિલી કોર્ટની સ્થાપના.. 1જુનથી થશે કાર્યરત.

▪️ આજે ડીજી ઓફીસ ખાતે રાજકોટ અગ્નિકાંડ મામલે IAS IPS અધિકારીઓની પૂછપરછ થશે શરૂ..સોર્સ

▪️રાજકોટ અગ્નિકાંડ મામલે 13 અધિકારીઓના નામ ઉમેરવા માટે વકીલ વિનેશ છાયા દ્વારા કરવામાં આવી ફરિયાદ:સોર્સ.

▪️આજે AMCની સામાન્ય સભા મળશે. ફાયર, NOC મુદ્દે વિપક્ષ કરશે રજુઆત.

▪️સાબરકાંઠામાં 2 કોન્સ્ટેબલ લાંચ લેતા આવ્યા એસીબીના સકંજામાં. 10 લાખની માંગી હતી લાંચ. બંને ફરાર.

▪️વડોદરા ફાયર વિભાગે 16 હોસ્પિટલ સહિત 29 એકમોને આપી નોટિસ:સોર્સ.

▪️સુરતમાં 13 ગેમઝોન સિલ કરાયા. 2 ના માલિક સામે ગુનો દાખલ કરાયો: સોર્સ.

▪️રાજકોટ ચીફ ફાયર અધિકારીને CID ક્રાઇમનું તેંડુ.. 10 વાગ્યા સુધી હાજર થવા સમન્સ..

▪️રાજકોટ અગ્નિકાંડ: મૃત્યુનો સત્તાવાર આંકડો જાહેર. કુલ 27ના મૌત.

▪️રાજકોટ અગ્નિકાંડ: બે પીઆઇ સહિત અધિકારીઓની થશે તપાસ.

▪️રાજકોટ અગ્નિકાંડમાં પકડાયેલ TPO મનોજ સાગઠિયા કરોડોનો આસામી. તપાસ કરાશે.

▪️ સુરેન્દ્રનગર કલેકટરે 3 ગેમઝોન અને 3 વોટર પાર્કને સિલ કર્યા..

▪️ઉનાના PSI વરુનો વહીવટદાર 1 લાખની લાંચ લેતા ઝડપાયો. PSI થયા ફરાર.

▪️પાલનપુરના ગણેશપુરામાં કારમાં શ્વાસ રૂંધાતા 5 વર્ષના બાળકનું મૌત.

Author : Gujaratenews