યુવા અવસ્થાથી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલોને યાત્રા અને જ્ઞાન સાથે ગમ્મ્ત થાય એ ઉમદા હેતુંથી 60 વડીલોને સુરતના અલગ અલગ તીર્થ સ્થાનો પર વિનામૂલ્યે યાત્રા કરાવવામાં આવી. સામાજિક અગ્રણી પંકજભાઈ સિદ્ધપરાના પિતાશ્રી સ્વ. મૂળજીભાઈ સિદ્ધપરાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ વડીલ વંદના યાત્રા થઈ હતી. સવારે 8:00 કલાકે શ્રીનિધિ રેસીડેન્સી સુદામાચોક મોટા વરાછાથી યાત્રા પ્રસ્થાન થઈ મહાપ્રભુજીની બેઠક, ત્રણ પાનનો વડ, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરથી ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે સંત કબીર આશ્રમ જમણવાર બાદ બપોર પછી ફાર્મહાઉસ સ્થિત વડીલો સાથે પારિવારિક સંવેદના કાર્યક્રમ અને સાંજે સાકરી સ્વામિનારાયણ મંદિર આરતી અને સત્સંગનો લાભ લઈ રાત્રે 9:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. સિદ્ધપરા પરીવારની વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અંકિત બુટાણી,રવિ કાપડિયા, ભાવેશ કાકડિયા,ભૌતિક બુટાણી, સુરેશ ગેવરિયા, વિશાલ પડસાળા, કિશોર સોજીત્રાના સથવારે આ યાત્રાનું સફળ આયોજન કરાયું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024