જયપુરની એક હોટલમાં CRPF અધિકારી એવા પતિ ‘બહારવાલી’ સાથે મનાવી રહ્યો હતો રંગરેલિયા, પત્નીએ આ બધું જોતા જ પતિનો વીડિયો કર્યો વાયરલ
25-Jul-2021
પ્રતિકાત્મક તસવીર.
જયપૂરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ બીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો રંગેહાથ ઝડપાયો છે. જયપુરની એક હોટલમાં સીઆરપીએફના અધિકારીને તેની પત્નીએ રંગે હાથ રંગરેલિયા મનાવતા પકડી પાડવામાં આવ્યા હતા. પત્ની દ્વારા પતિ અને તેની મહિલા મિત્ર જે જોધપુરમાં સરકારી ટીચર તરીકે ફરજ બજાવે છે તેની જોરદાર મારપીટ કરતી જોવા મળે છે. પત્નીએ હોટલનાં રૂમમાં પહોંચીને બંનેનો વીડિયો પણ બનાવીને વાઇરલ કરવાનું શરુ કરી દીધું હતું. વીડિયોમાં બંને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ બાબતમાં જયપુરના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં પતિની મહિલા મિત્ર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જ્યારે ટીચર દ્વારા તેની ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, હોટલમાં તે તેના લિવ ઈન પાર્ટનર સાથે રહેતી હતી. આ દરમિયાન તેના પાર્ટનરની પત્ની અને તેના ભાઈઓએ આવીને જોરદાર હોબાળો મચાવ્યો હતો. સૌથી પહેલાં તેઓએ હોટલનો રૂમ માસ્ટર કીથી દરવાજો ખોલ્યો અને બાદમાં રૂમમાં ઘુસી આવ્યા હતા. બંને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. તેઓ રૂમમાં આવીને નિર્વસ્ત્ર સ્થિતિનો જ વીડિયો બનાવવા લાગ્યા હતા. હોટલના રૂમમાં તેમની સાથે મારપીટ પણ કરાઈ હતી.તેની સાથે ટીચરનો આરોપ છે કે, આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો તેમના કેટલાંક સંબંધીઓ અને પરિચિતો પાસે પણ પહોંચી ગયો છે. વીડિયો વાઇરલ કરવાના કારણે તેમની ખૂબ બદનામી થઈ છે. પોલીસ દ્વારા સીઆરપીએફના અધિકારીની પત્ની સહિત છ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
20-Aug-2024